Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 9:27 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 9:27 · ગુજરાતી બાઇબલ

સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું.

Cross references

1 રાજઓ 10:27

સુલેમાંને યરૂશાલેમમાં ચાંદી પથ્થર જેટલી સામાંન્ય બનાવી દીધી હતી; અને દેવદારનું લાકડું શેફેલાહના અંજીરના વૃક્ષના લાકડાના જેવું સામાંન્ય બનાવી દીધું હતું.

1 કાળવ્રત્તાંત 27:28

ગદેરનો બઆલ-હાનાન જેતૂનનાં વૃક્ષ અને નીચાણના પ્રદેશમાં થતાં અંજીર પર દેખરેખ રાખતો હતો; યોઆશ તેલના ભંડાર પર દેખરેખ રાખતો હતો;

2 કાળવ્રત્તાંત 1:15

એના શાસન દરમ્યાન યરૂશાલેમમાં સોનું અને ચાંદી કાંકરા જેટલાં સસ્તાં થઇ ગયાં હતા અને મૂલ્યવાન દેવદાર વૃક્ષોનું ઇમારતી લાકડું સામાન્ય ગુલ્લરકાષ્ટની જેમ મળતું થઇ ગયું હતું.

2 કાળવ્રત્તાંત 9:20

સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી.

અયૂબ 22:24

જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ અને કંચનને કથીર સમાન માનીશ,

ગીતશાસ્ત્ર 78:47

તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ, કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.

યશાયા 9:10

“ભલે ઇંટો પડી ગઇ, હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું. ઉંબરના પાટડા તોડી નાખવામાં આવ્યા છે. પણ આપણે એની જગાએ સાગના લાવીશું.”

આમોસ 7:14

પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું.

લૂક 19:4

તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે.

Interlinear

Choose Theme