Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 8:15 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 8:15 · ગુજરાતી બાઇબલ

દાઉદે યાજકોને, લેવીઓને અને ભંડારોને લગતી જે આજ્ઞાઓ આપી હતી તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું.

Cross references

નિર્ગમન 39:42

યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું.

1 રાજઓ 7:51

આમ યહોવાના મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ત્યારે સુલેમાંન રાજાએ તેના પિતાએ યહોવાને અર્પણ કરેલા બધાં સોનાઁ અને ચાંદીના પાત્રો લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં જમાં કરાવ્યાં.

1 કાળવ્રત્તાંત 9:29

બીજાઓ વાસણોની અને બધી ઉપાસનાની સામગ્રીની તેમજ લોટ, દ્રાક્ષારસ, તેલ, ધૂપ અને અત્તરોની સંભાળ રાખતા હતા.

1 કાળવ્રત્તાંત 26:20

અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.

2 કાળવ્રત્તાંત 30:12

પણ દેવે યહૂદાના લોકોને એવી પ્રેરણા કરી કે રાજાએ અને તેના અમલદારોએ યહોવાની આજ્ઞાથી જે ફરમાવ્યું હતું તે એક મતે તેમણે માથે ચઢાવ્યું.

Interlinear

Choose Theme