Home Bibles 2 કાળવ્રત્તાંત 8:13 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 8:13 · ગુજરાતી બાઇબલ

દરરોજ, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, તથા ત્રણ વાષિર્ક ઉત્સવોને દિવસે એટલે કે બેખમીર રોટલીને ઉત્સવ, સપ્તાહોના પર્વનો ઉત્સવ, અને માંડવાઓપર્વના ઉત્સવને દિવસે સુલેમાન મૂસાની આજ્ઞા પ્રમાણે બલિદાનો અર્પણ કરતો હતો.

Cross references

નિર્ગમન 23:14

“પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું.

નિર્ગમન 29:38

“તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં.

લેવીય 23:1

યહોવાએ મૂસાને કહ્યું,

ગણના 28:1

યહોવાએ મૂસાને કહ્યું,

પુનર્નિયમ 16:16

“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.

1 રાજઓ 9:25

મંદિરનું કામ પૂરું કર્યા પછી સુલેમાંને પોતે બંધાવેલી વેદી પર વર્ષમાં ત્રણ વાર દહનાર્પણો અને શાંત્યર્પણોનાં બલિદાન અર્પણ કરતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ કરતો હતો.

2 કાળવ્રત્તાંત 2:3

ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે, “તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું.

યર્મિયાનો વિલાપ 45:17

અને રાજકુમાર ઇસ્રાએલની સમગ્ર પ્રજા તરફથી મારા ધણીને ચંદ્રદર્શનોએ, સાબ્બાથોએ અને બાકીના બધા ખાસ તહેવારોએ દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો પૂરા પાડશે. ઇસ્રાએલના લોકોનાં પાપના પ્રાયશ્ચિત માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનાર્પણો અને શાંત્યર્પણો પૂરા પાડશે.”

યર્મિયાનો વિલાપ 46:3

દરેક સાબ્બાથ અને ચંદ્રદર્શન દિવસે બધા લોકોએ પણ દરવાજા આગળ નીચા નમીને યહોવાની ઉપાસના કરવી.

Interlinear

Choose Theme