Home Bibles 2 કાળવ્રત્તાંત 7:8 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 7:8 · ગુજરાતી બાઇબલ

આ રીતે સુલેમાને અને સર્વ ઇસ્રાએલીઓએ ઉત્તરમાં ઠેઠ હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી ઉત્સવ ઊજવ્યો.

Cross references

ઊત્પત્તિ 15:18

આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ -

લેવીય 23:34

“ઇસ્રાએલના લોકોને એમ કહે કે, આ સાતમાં મહિનાના પંદરમાં દિવસથી યહોવાનો માંડવાપર્વ શરૂ થાય છે અને તે સાત દિવસ ચાલે છે.

ગણના 29:12

પછી સાતમાં મહિનાના પંદરમે દિવસે તમાંરે ધર્મસંમેલન રાખવું. રોજનું કામ કરવું નહિ, અને સાત દિવસ સુધી તમાંરે યહોવાનો ઉત્સવ ઊજવવો.

ગણના 34:5

ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે.

પુનર્નિયમ 16:13

“તમે તમાંરાં ખળામાં અનાજ ઉપણવાનું અને દ્રાક્ષા પીલવાનું કામ પૂંરુ કરો તે પદ્ધી કાપણીની ઋતુના અંત ભાગમાં સાત દિવસ સધી માંડવાપર્વ ઊજવવું.

યહોશુઆ 13:3

મિસરની પૂર્વમાં શીહોરથી ઉત્તરમાં એકોન જે કનાનીઓની ભૂમિ છે, પાંચ પલિસ્તી શાસકો ગાજા આશ્દોદ, આશ્કેલોન, ગિત્તી અને એક્રોન તથા આવ્વીની ભૂમિ,

1 રાજઓ 4:21

સુલેમાંન રાજા યુફ્રેતિસ નદીથી પલિસ્તીઓના દેશ સુધી તથા દક્ષિણે મિસર સરહદ સુધીના સમગ્ર પ્રદેશ પર શાસન કરતો હતો. આ પ્રદેશના તાબેદાર લોકો સુલેમાંનને ઉપહાર આપતા હતા. સુલેમાંનના જીવનકાળ દરમ્યાન તેઓ તેમને આધીન રહેતા હતા.

1 રાજઓ 8:2

અને તેઓ બધા એથાનીમ એટલે કે દશમાં મહિનામાં માંડવાપર્વને પ્રસંગે રાજા સુલેમાંન સમક્ષ ભેગા થયા.

1 રાજઓ 8:65

આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું.

2 કાળવ્રત્તાંત 5:3

ઇસ્રાએલના સર્વ પુરુષો એથાનિમ એટલે કે સાતમા મહિનામાં માંડવાપર્વને ટાણે રાજા સમક્ષ ભેગા થયા.

2 કાળવ્રત્તાંત 30:13

બેખમીર રોટલીનું પર્વ મે માસમાં કરવા માટે મોટો લોકસમુદાય યરૂશાલેમમાં એકત્ર થયો.

નહેમ્યા 8:13

બીજે દિવસે સમગ્ર પ્રજાના કુટુંબના આગેવાનો, યાજકો અને લેવીઓ સાથે નિયમશાસ્રના શબ્દનો અભ્યાસ કરવા શાસ્રી એઝરા સમક્ષ ભેગા થયા.

આમોસ 6:14

હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.

ઝખાર્યા 14:16

ત્યારબાદ યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી બચવા પામેલા માણસો વષોર્વર્ષ યહોવાની ઉપાસના કરવા અને માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જશે.

યોહાન 7:2

તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો.

યોહાન 7:27

પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”

Interlinear

Choose Theme