Home Bibles 2 કાળવ્રત્તાંત 4:2 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 4:2 · ગુજરાતી બાઇબલ

તેણે ઢાળેલી ધાતુનો હોજ પણ કરાવ્યો. એનો આકાર ગોળ હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. એ5 હાથ ઊંચો હતો અને તેનો પરિઘ 30 હાથનો હતો.

Cross references

નિર્ગમન 30:18

‘હાથપગ ધોવા તારે કાંસાની ઘોડીવાળી એક કાંસાની કૂડી બનાવવી, અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકી તેમાં પાણી ભરવું.

નિર્ગમન 38:3

પછી તેણે વેદીનાં બધાં જ પાત્રો-ભસ્મપાત્રો, તાવડીઓ, તપેલાં, ડોયા, પંજેટી અને સગડીઓ-કાંસાનાં બનાવ્યાં.

નિર્ગમન 38:8

મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ભેગી થયેલી સ્ત્રીઓનાં દાન કરેલા કાંસાના દર્પણમાંથી ઢાળીને તેણે હાથ પગ ધોવાની કાંસાની કૂડી અને તેની કાંસાની ઘોડી બનાવ્યાં.

1 રાજઓ 7:23

પછી તેણે ગાળેલા કાંસામાંથી ‘સમુદ્ર’ નામનો હોજ બનાવ્યો, એનો આકાર ગોળાકાર હતો, અને તેનો વ્યાસ 10 હાથ હતો. તેની ઊંચાઇ 5 હાથ; તેનો પરિઘ 30 હાથનો હતો.

1 કાળવ્રત્તાંત 18:8

વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.

ઝખાર્યા 13:1

તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

તિતસનં પત્ર 3:5

તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી. પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે.

પ્રકટીકરણ 7:14

મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”અને તે વડીલે કહ્યું કે, જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે.

Interlinear

Choose Theme