યોશિયાએ યહૂદીઓ જે પ્રદેશમાં રહેતા હતા ત્યાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી, અને તેમના દેવ યહોવાનું ભજન કરવા આજ્ઞા કરી. તેના બાકીના જીવનકાળ દરમિયાન સર્વ લોકો તેઓના પિતૃઓના દેવ યહોવાની સેવામાં ચાલુ રહ્યાં, યહોવાના માગેર્ ચાલવામાં તેઓ જરા પણ પાછા ન પડ્યાં.
Cross references
યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.
તેણે સિદોનીઓ જેની પૂજા કરતાં તે આશ્તોરેથ દેવી અને ધિક્કારપાત્ર મિલ્કોમ જેને આમ્મોનીઓ પૂજતા તેને પૂજવા લાગ્યો.
એ પછી રાજાએ વડા યાજક હિલ્કિયાને તથા મદદનીશ યાજકને તેમજ દ્વારના રક્ષકોને બઆલદેવની અશેરાદેવીની તેમજ આકાશનાં નક્ષત્રોની પૂજામાં વપરાતી બધી સામગ્રી યહોવાના મંદિરમાંથી હઠાવી લેવાનો હુકમ કર્યો, અને તે બધીને તેણે યરૂશાલેમ બહાર કિદ્રોનનાં કોતરમાં બાળી મુકાવી, અને તેની રાખ બેથેલ લઈ જવામાં આવી.
તેના શાસનના આઠમે વષેર્ તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વષેર્ તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ.
તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં.
તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી.
આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે.
યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો તું મારી પાસે જ પાછો આવ, તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે અને ફરીથી ખોટે માગેર્ જતો નહિ
હે એફ્રાઇમ અને યહૂદા, હું તમારી સાથે કેવો વ્યવહાર કરું? તમારો પ્રેમ પરોઢના વાદળ જેવો અને ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવો છે.