Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 33:15 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 33:15 · ગુજરાતી બાઇબલ

તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરૂશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી.

Cross references

2 રાજઓ 21:7

તેણે અશેરાદેવીની કંડારેલી મૂર્તિ બનાવડાવી અને તેને યહોવાના મંદિરમાં સ્થાપી, જે યહોવાએ દાઉદને અને તેના પુત્ર સુલેમાનને કહ્યું હતું કે, ઇસ્રાએલના બધા વંશોના પ્રદેશમાંથી યરૂશાલેમ નગરીનો આ પ્રદેશ પસંદ કર્યો હતો. જ્યાં મારું મંદિર છે અને મારું નામ જ્યાં હંમેશા સ્થપાયેલું રહેશે.

2 કાળવ્રત્તાંત 33:3

એના પિતા હિઝિક્યાએ ટેકરી ઉપરનાં જે સ્થાનકો તોડી પાડ્યા હતા તે એણે ફરી બંધાવ્યાં, બઆલ દેવને માટે વેદીઓ ચણાવી, અશેરા દેવીની પ્રતિમાઓ ઊભી કરાવી, અને આકાશના બધાં નક્ષત્રોની સેવાપૂજા કરવાનું શરું કર્યું.

2 કાળવ્રત્તાંત 34:3

તેના શાસનના આઠમે વષેર્ તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વષેર્ તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ.

યશાયા 2:17

તે દિવસે, માણસનો ગર્વ નીચો નમાવવામાં આવશે. અને તેનું અભિમાન ઉતારી નાખવામાં આવશે. અને માત્ર યહોવા એકલાનો જ મહિમા કરવામાં આવશે,

યર્મિયાનો વિલાપ 18:20

જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે.

હોશિયા 14:1

હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો.

માથ્થી 3:8

તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે.

માથ્થી 25:16

જેને ચાંદીના સિક્કાની પાંચ થેલીઓ આપી હતી તે ત્યાંથી ચાલી નીકળ્યો અને એણે તરત જ તે પૈસાનું બીજે રોકાણ કર્યુ. અને બીજી પાંચ થેલી કમાયો.

Interlinear

Choose Theme