2 કાળવ્રત્તાંત 3:4 · ગુજરાતી બાઇબલ
મંદિરના આગળના પ્રાગણની લંબાઇ, મંદિરની પહોળાઇ જેટલી 20 હાથ હતી, અને ઊંચાઇ 120 હાથ હતી, એનો અંદરનો ભાગ સુલેમાને શુદ્ધ સોનાથી મઢાવ્યો હતો.
Cross references
2 કાળવ્રત્તાંત 29:17
તેમણે પહેલા મહિનાના પહેલા દિવસે શુદ્ધિનો વિધિ શરૂ કર્યો આઠમે દિવસે તેઓ યહોવાના મંદિરની પરસાળેે પહોંચ્યા. ત્યારબાદ આઠ દિવસ સુધી તેમણે મંદિરની શુદ્ધિ કરી અને પહેલા મહિનાના સોળમા દિવસે કામ પૂરું કર્યુ.
યોહાન 10:23
મંદિરમાં ઈસુ સુલેમાનની પરસાળમાં ચાલતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 3:11
તે માણસ પિતર અને યોહાનને પકડી રહ્યો હતો. બધા જ લોકો અચરજ પામ્યા હતા કારણ કે તે માણસ સાજો થઈ ગયો હતો. તેઓ પિતર અને યોહાન પાસે સુલેમાનની પરસાળમાં દોડી ગયા.
પ્રેરિતોનાં ક્રત્યો 5:12
પ્રેરિતોએ ઘણાં અદભૂત ચમત્કારો અને પરાક્રમો કર્યા. બધા લોકોએ આ બધી વસ્તુઓ જોઈ. પ્રેરિતો સુલેમાનની પરસાળમાં ભેગા થયા હતા. તેઓ બધાનો હેતુ સામાન્ય હતો.