2 કાળવ્રત્તાંત 29:18 · ગુજરાતી બાઇબલ
ત્યારબાદ તેમણે રાજમહેલમાં જઇ રાજા હિઝિક્યાને કહ્યું, “અમે દહનાર્પણ ચઢાવવાની વેદી અને તેને લગતાં સાધનો, તેમજ ધરાવેલી રોટલી મૂકવાના બાજઠ અને તેને લગતાં સાધનો સહિત આખું મંદિર શુદ્ધ કર્યુ છે.
Cross references
2 કાળવ્રત્તાંત 4:1
ત્યારબાદ તેણે કાંસામાંથી 20 હાથ લાંબી, 20 હાથ પહોળી અને 10 હાથ ઊંચી વેદી બનાવડાવી.
2 કાળવ્રત્તાંત 4:7
સુલેમાને, આ દીપવૃક્ષ માટે બનાવેલી યોજના અનુસાર, સોનાનાં દશ દીપવૃક્ષ બનાવ્યાં; અને પછી તેણે આ દીપવૃક્ષો મંદિરમાં અંદર મૂકાવ્યાં; પાંચ જમણી તરફ અને પાંચ ડાબી તરફ.
2 કાળવ્રત્તાંત 13:11
તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે.