ત્યારબાદ એલિયા પ્રબોધકે તેના ઉપર પત્ર લખ્યો, “તારા પિતૃ દાઉદના યહોવા દેવ કહે છે: ‘તારા પિતા યહોશાફાટ અને આસા રાજા જે સારા માગોર્ પર ચાલ્યાઁ, તે માગોર્ ઉપર તું ચાલ્યો નથી.
Cross references
તેના પિતૃ દાઉદની જેમ યહોવાને જે ન્યાયી લાગ્યું તેમ કર્યું.
એલિયા ગિલયાદના તિશ્બેનો હતો, તેણે આહાબને કહ્યું કે, “ઇસ્રાએલના દેવ યહોવા જેની સંમુખ ઊભો રહું છું તેનો હું સેવક છું, અને હું માંરા જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વષોર્માં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ પડવાના નથી.”
તે તેના પિતા આસાને પગલે ચાલ્યો અને તેના માંગેર્થી ચલિત થયો નહિ. તેણે યહોવાને જે સારું લાગ્યું તે કર્યું.
જય ારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા.
આમ વાતો કરતાં કરતાં આગળ ચાલ્યા જતા હતા, એવામાં એકાએક તેમની બે જણની વચ્ચે અગ્નિરથ દેખાયો, અગ્નિના બે ઘોડા એ રથને જોડેલા હતા. આ અગ્નિરથે એલિયા અને એલિશાને જુદા પાડી દીધા; અને વંટોળિયાએ આવીને એલિયાને આકાશમાં ઉઠાવી લીધો.
એ પછી અબિયા પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આસા યહૂદિયાનો રાજા બન્યો. તેના શાસનકાળના પ્રથમ દશ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી.
આસાએ એના દેવ યહોવાની નજરમાં સારું અને યોગ્ય ગણાય એવું આચરણ કર્યુ.
યહોવા તેની સાથે હતા, કેમ કે તેના પિતૃ દાઉદ શરૂઆતના વષોર્માં જે માગેર્ ચાલ્યા તે માર્ગ પર જ યહોશાફાટ ચાલ્યો. તેણે મૂર્તિઓની પૂજા કરી નહિ.
ઇસ્રાએલના પ્રદેશમાં વસતા લોકો કરતાં તેનું જીવન જુદા જ પ્રકારનું હતું. તે તેના પિતૃઓના દેવની આજ્ઞાઓને આધીન રહીને જીવન ગુજારતો હતો.
“યોશિયાના શાસનમાં જ્યારે હું તારી સાથે પહેલી વાર બોલ્યો હતો ત્યારથી માંડીને આજસુધી મેં તને ઇસ્રાએલ અને યહૂદિયા તેમજ બીજી પ્રજાઓ વિષે જે જે કઇં કહ્યું હતું તે બધું એક ઓળિયું લઇને તેના પર લખી નાંખ.
યેહૂદી ત્રણચાર ફકરા વાંચી રહે એટલે રાજા લહિયાની છરીથી તેટલો ભાગ કાપી લઇ બળતા લાકડામાં નાખી દેતો. આમને આમ આખું ઓળિયું સગડીમાં હોમાઇ ગયું.
“બીજું ઓળિયું લઇને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાના ઓળિયામાં જે લખ્યું હતું તે બધું લખી કાઢ.
અને મેં જોયું તો ઓળિયું પકડેલો એક હાથ મારા તરફ લંબાયેલો હતો;
તે સમયે અચાનક કોઇ માણસના હાથની આંગળીઓ દીવીની સામે આવેલી રાજમહેલની ભીંત ઉપર કાંઇ લખતી દેખાઇ, અને રાજા હાથને લખતો જોઇ રહ્યો.
તે લખાણ આ છે: મેને, મેને, તકેલ, ઉફાસીર્ન.