Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 20:4 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 20:4 · ગુજરાતી બાઇબલ

બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા.

Cross references

2 કાળવ્રત્તાંત 7:14

તે વખતે મેં જેમને પોતાના કર્યા છે તે, લોકો મારે શરણે આવીને પ્રાર્થના કરે અને મારુ માર્ગદર્શન માગે અને ખોટે માગેર્થી પાછા ફરે તો હું આકાશમાંથી સાંભળીશ અને તેમનાં પાપોને માફ કરીશ અને તેમની ભૂમિને સ્વસ્થ કરી દઇશ.

2 કાળવ્રત્તાંત 11:16

ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા.

2 કાળવ્રત્તાંત 19:5

તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.

એઝરા 8:21

અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસની જાહેરાત કરી, જેથી અમે અમારા દેવની આગળ પોતાને નમ્ર બનાવીએ; અમે પ્રાર્થના કરી કે તે અમારું, અમારા બાળકોનું તથા અમારા સામાનનું મુસાફરી દરમ્યાન રક્ષણ કરે.

ગીતશાસ્ત્ર 34:5

જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે; તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.

ગીતશાસ્ત્ર 50:15

“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

ગીતશાસ્ત્ર 56:4

હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?

ગીતશાસ્ત્ર 60:10

હે દેવ, શું તમે અમને તજી દીધા છે? તમે અમારા સૈન્ય સાથે આગેકૂચ કરતા નથી.

ગીતશાસ્ત્ર 69:35

કારણ, દેવ સિયોનને તારશે અને યહૂદિયાનાં નગરોનું નવનિર્માણ કરશે; તેનાં લોકો તે નગરોમાં વસવાટ કરશે અને તે જન્મભૂમિનો કબજો મેળવશે.

આમોસ 5:4

ઇસ્રાએલના લોકોને યહોવા કહે છે: “મને શોધો, તો તમે જીવશો;

Interlinear

Choose Theme