પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.”
Cross references
તેથી તેમણે યહોવાને પ્રશ્ર કર્યો કે, “માંરે જઈને આ પલિસ્તીઓ ઉપર હુમલો કરવો?”યહોવાએ જવાબ આપ્યો, “હા, તું જઈને પલિસ્તીઓ ઉપર હુમલો કર અને કઈલાહને બચાવ.”
દાઉદે ફરી વાર યહોવાને પૂછયુ; યહોવાએ તેને કહ્યું, “કઇલાહ જાવ. હું તમને વિજયી બનાવીશ. તમે પલિસ્તીઓને હરાવશો.”
દાઉદને તેની વિરુદ્ધ શાઉલની યોજનાની ખબર પડી. દાઉદે અબ્યાથાર યાજકને એફોદ લઇ આવવા કહ્યું.
ત્યાર પછી દાઉદે યહોવાને પૂછયું, “શું હું યહૂદાના કોઈ એક શહેરમાં જાઉં?”યહોવાએ કહ્યું, “જા.”દાઉદે પૂછયું, “હું કયા નગરમાં જાઉં?”અને યહોવાએ જવાબ આપ્યો, “હેબ્રોન.”
દાઉદે યહોવાને સવાલ કર્યો, “શું હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે તેમને માંરા હાથમાં સુપ્રત કરશો?”યહોવાએ જવાબ આપ્યો, “હુમલો કર. હું તેઓને તારા હાથમાં જરૂર સુપ્રત કરીશ.”
દાઉદે ફરીથી યહોવાને પૂછયું એટલે તેમણે જવાબ આપ્યો, “તેમના ઉપર સામેથી હુમલો કરીશ નહિ, તું ચકરાવો માંર્યા પછી તેમના ઉપર પાછળથી શેતુરની ઝાડી નજીક હુમલો કરજે.
પણ પહેલાં યહોવાને આ બાબતમાં તેમની શી ઇચ્છા છે, તે જાણવા પ્રશ્ર્ન કરો.”
“આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ઇસ્રાએલના યહોવા કહે છે,
હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
“બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.”
“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’