Home Bibles 2 કાળવ્રત્તાંત 16:8 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 16:8 · ગુજરાતી બાઇબલ

કૂશીઓ અને લૂબીઓનું લશ્કર પણ ઘણું મોટું હતું અને તેમની પાસે અસંખ્ય રથો અને ઘોડેસવારો હતા. તેમ તું યહોવાના ભરોસે રહ્યો હતો એટલે તેણે તેમને તારા હાથમાં સોંપી દીધા હતા.

Cross references

2 કાળવ્રત્તાંત 12:3

મિસરમાંથી તેની સાથે અસંખ્ય લૂબીઓ, સુક્કીઇઓ તથા કૂશીઓ આવ્યા હતા.

2 કાળવ્રત્તાંત 13:16

તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા.

2 કાળવ્રત્તાંત 13:18

આમ, તે સમયે ઇસ્રાએલીઓ હારી ગયા, ને યહૂદાના સૈન્યનો વિજય થયો, કારણકે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા પર ભરોસો રાખ્યો હતો,

2 કાળવ્રત્તાંત 14:8

આસા પાસે ઢાલ અને ભાલાથી સજ્જ 3,00,000 યહૂદાવંશીઓ, અને 2,80,000 ઢાલ ધનુષ્યથી સજ્જ બિન્યામીન વંશીઓનું સૈન્ય હતું. એ બધા જ શૂરવીર યોદ્ધાઓ હતા.

2 કાળવ્રત્તાંત 14:9

કૂશ દેશનો સેનાપતિ ઝેરાહ 10,00,000 સૈનિકો અને 300 રથનું સૈન્ય લઇને આસા સામે યુદ્ધ કરવા આવ્યો અને તે મારેશાહ સુધી આવી પહોંચ્યો.

2 કાળવ્રત્તાંત 16:7

તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.

ગીતશાસ્ત્ર 9:9

યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.

ગીતશાસ્ત્ર 37:39

યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે. સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.

Interlinear

Choose Theme