Home Bibles 2 કાળવ્રત્તાંત 15:9 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 15:9 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ તેણે યહૂદા અને બિન્યામીનના બધા લોકોને પોતાની સામે આવવા હુકમ કર્યો, યહોવા દેવ રાજા આસાની સાથે છે, તે જાણીને એફ્રાઇમ, મનાશ્શા અને શિમયોન પ્રદેશોમાંથી ઇસ્રાએલમાં વસવા આવેલાં લોકોને ભેગા કરવાનો હુકમ કર્યોં.

Cross references

ઊત્પત્તિ 26:28

તેઓએ જવાબ આપ્યો, “હવે અમે લોકોએ જાણ્યું છે કે, યહોવા તમાંરી સાથે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે, તમે અમાંરી સાથે કરાર કરો.

ઊત્પત્તિ 39:3

પોટીફારે જોયું કે, યહોવા યૂસફની સાથે છે. તેથી યૂસફ જે કઈ કરે છે તેમાં યહોવા એને સફળતા બક્ષે છે.

1 શમુએલ 18:28

શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે,

1 રાજઓ 3:28

રાજાએ જે અદલ ઇન્સાફ કર્યો તેની જાણ સમગ્ર ઇસ્રાએલમાં થઈ ગઈ, ત્યારે તેમના રાજયના લોકોના મનમાં રાજા માંટે આદરભાવ જાગ્યો. તેઓ સમજી ગયા કે, એ ન્યાય કરવા માંટે દિવ્ય જ્ઞાન ધરાવે છે.

1 રાજઓ 12:19

ત્યારથી ઇસ્રાએલીઓએ દાઉદના કુટુંબ સામે બળવો કર્યો છે અને તેઓ આજ સુધી અલગ રહેતા આવ્યા છે.

1 કાળવ્રત્તાંત 12:19

દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.”

2 કાળવ્રત્તાંત 11:16

ઇસ્રાએલની બધી ટોળીઓમાંથી યહોવાના જેટલા ભકતો હતા, તે બધાએ યાજકો અને લેવીઓની પાછળ પાછળ, યહોવા પોતાના પિતૃઓના દેવને બલિ ચઢાવવા યરૂશાલેમ આવ્યા.

2 કાળવ્રત્તાંત 19:4

તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું.

2 કાળવ્રત્તાંત 30:1

એ પછી હિઝિક્યાએ સમગ્ર ઇસ્રાએલના અને યહૂદાના લોકોને સંદેશો મોકલ્યો અને એફ્રાઇમ અને મનાશ્શાના લોકોને પત્રો લખ્યા અને તેમને ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવવા જણાવ્યું.

2 કાળવ્રત્તાંત 30:25

એ યાજકો અને લેવીઓ સહિત યહૂદાના સમગ્ર સંઘે તેમજ ઇસ્રાએલથી આવેલા સમગ્ર સંઘે તથા જે વિદેશીઓ ઇસ્રાએલથી આવ્યા હતા તેમજ જેઓ યહૂદામાં વસતાં હતા એ બધાએ આનંદોત્સવ માણ્યો.

ઝખાર્યા 8:21

એક નગરના લોકો જઇને બીજા નગરના લોકોને કહેશે કે, ‘ચાલો આપણે જઇને યહોવાને પ્રાથીર્એ અને સૈન્યોનો દેવ યહોવાનું શરણું સ્વીકારીએ, અમે તો આ ચાલ્યા!”‘

ઝખાર્યા 8:23

સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે, “તે સમયે જુદા જુદા રાષ્ટોના દશ માણસો એક જ યહૂદીનો ઝભ્ભો પકડશે અને કહેશે, અમને તમારી સાથે આવવા દો, કારણ, ‘અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે!’

પ્રેરિતોનાં ક્રત્યો 7:9

“આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 9:31

ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.

Interlinear

Choose Theme