Home Bibles 2 કાળવ્રત્તાંત 15:7 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 15:7 · ગુજરાતી બાઇબલ

પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”

Cross references

ઊત્પત્તિ 15:1

આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”

યહોશુઆ 1:6

“યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.

યહોશુઆ 1:7

તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે.

યહોશુઆ 1:9

મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.

યહોશુઆ 14:14

આજે પણ હેબ્રોનની ભૂમિ યફૂન્નેહના દીકરા કાલેબના કુટુંબના હાથમાં છે, કારણ તેણે ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞાનું નિષ્ઠાથી પાલન કર્યું હતું.

રૂત 2:12

યહોવા તને તારા કર્મનો બદલો આપો. ઇસ્રાએલના દેવ યહોવા, જેની પાંખમાં તેં આશ્રય લીધો છે તે તને પૂરો બદલો આપો.”

1 કાળવ્રત્તાંત 28:20

વળી દાઉદે પોતાના પુત્ર સુલોમાનને કહ્યું, “બળવાન અને નિર્ભય બન અને કામ શરૂ કર. આવું જંગી કામ જોઇને ગભરાઇ જતો નહિ. કારણકે જ્યાં સુધી યહોવાના મંદિરનું બાંધકામ તું પૂરું કરે ત્યાં સુધી. યહોવા મારા દેવ તારી સાથે રહેશે, અને તને છોડેશે નહિ અને તારો ત્યાગ નહિ કરે.

2 કાળવ્રત્તાંત 19:11

બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિદોર્ષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”

2 કાળવ્રત્તાંત 32:7

“તમે બળવાન તથા બહાદુર થાઓ અને આશ્શૂરના રાજાથી કે તેના મોટા સૈન્યથી ડરશો નહિ. કારણકે આપણી સાથે જે એક દેવ છે તે તે બધાં કરતાં અતિ મહાન છે,

ગીતશાસ્ત્ર 19:11

કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.

ગીતશાસ્ત્ર 27:14

તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ; તેઓ જરૂર આવશે અને તને બચાવશે; બળવાન થા અને હિંમત રાખ; હા, તું યહોવાની રાહ જોજે, તેઓ તને સહાય કરશે.

ગીતશાસ્ત્ર 58:11

માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે, સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.

યશાયા 35:3

જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો!’

ચર્મિયા 31:16

પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો, આંસુ લૂછી નાખો, તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે.

દારિયેલ 10:19

અને કહ્યું, ‘હે અત્યંત વહાલા માણસ, ડરીશ નહિ, શાંત થા. હિંમત રાખ. બળવાન બન.’“એના શબ્દો સાંભળીને મારામાં બળ આવ્યું અને હું બોલ્યો, ‘આપ બોલો, આપે મને બળ આપ્યું છે.’

ઝખાર્યા 8:9

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હિંમત રાખો! મારા મંદિરનો પાયો નંખાયો અને બાંધકામ શરૂ થયું ત્યારે હાજર હતા તે પ્રબોધકોને મુખેથી તમે જે વચનો સાંભળ્યાં હતા તે આજે પણ પાળો છો.

માથ્થી 5:12

ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.

માથ્થી 5:46

જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે.

માથ્થી 6:1

“સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ.

માથ્થી 6:4

તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.(લૂક 11:2-4)

માથ્થી 6:6

જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે.

માથ્થી 6:18

ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે, તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે. તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે. અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે.

માથ્થી 10:41

જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે.

લૂક 6:35

“તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે.

રોમનોને પત્ર 4:4

જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે.

1 કરિંથીઓને 3:8

જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે.

1 કરિંથીઓને 3:14

જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે.

1 કરિંથીઓને 9:17

જો મારી પોતાની પસંદગીથી હું સુવાર્તા પ્રગટ કરું તો હું પુરસ્કારને પાત્ર છું. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સુવાર્તા પ્રગટ કરવી જ જોઈએ. મને સોંપવામાં આવેલી ફરજ માત્ર હું બજાવું છું.

1 કરિંથીઓને 15:58

મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.

1 કરિંથીઓને 16:13

સાવધાન રહો. વિશ્વાસમાં દઢ રહો. હિંમત રાખો અને વફાદાર રહો. અને શક્તિશાળી બનો.

એફેસીઓને પત્ર 6:10

મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.

કલોસ્સીઓને પત્ર 3:24

યાદ રાખો કે પ્રભુ તરફથી તમને બદલો મળવાનો છે. તે તમને, તેણે જે તેના લોકોને વચન આપેલું તે પ્રદાન કરશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છો.

હિબ્રૂઓને પત્ર 6:10

પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ.

હિબ્રૂઓને પત્ર 10:35

માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે.

2 યોહાનનો પત્ર 1:8

સાવધ રહો! તમે જે કામ કર્યું છે તે બધાનો બદલો ગુમાવશો નહિ. સાવધ રહો, જેથી તમે તમારા બધાં પ્રતિફળ પામશો.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme