Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 14:15 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 14:15 · ગુજરાતી બાઇબલ

તેઓએ નગરોને લૂંટી લીધા અને ઘેટાંપાળકોનાં ઢોર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઇને અંતે તેઓ યરૂશાલેમ પાછા આવ્યા.

Cross references

ગણના 31:9

ઇસ્રાએલીઓએ મિદ્યાનીઓની સર્વ સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડયાં, તેમના બધાં ઢોર, ઘેટાં બકરાં અને સરસામાંન લૂંટી લીધાં.

ગણના 31:30

લોકોના અડધા ભાગમાંથી, દર 50 માંણસ દીઠ, બળદો, ગધેડાં, ઘેટાં અને બીજાં બધાં પશુઓમાંથી એક લઈને યહોવાના પવિત્રમંડપની સંભાળ લેતા લેવીઓને તે આપ. તે દેવનો ભાગ છે.”

1 શમુએલ 30:20

તેણે ઘેટાંબકરાં અને ઢોરોનો પણ કબજો લીધો અને તેના માંણસો “આ દાઉદની લૂંટ છે” એમ કહીને દાઉદની આગળ આગળ તેમને હાંકવા લાગ્યા.

1 કાળવ્રત્તાંત 4:41

યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.

1 કાળવ્રત્તાંત 5:21

તેઓએ લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં, 2,000 ગધેડાં અને 1,00,000 બંદીવાનો કબજે કર્યા.

Interlinear

Choose Theme