અબિયાએ અને તેની સેનાએ તેમનો સખત પરાજય કર્યો, ઇસ્રાએલના શ્રેષ્ઠ યોદ્ધાઓમાંથી 5,00,000 સૈનિકો માર્યા ગયા.
Cross references
અબિયા 4,00,000 ચુનંદા શૂરવીર યોદ્ધાઓની સાથે આવ્યો અને યરોબઆમ 8,00,000 ચુનંદા શૂરવીર લડવૈયાઓને લઇને સામે આવ્યો.
જુઓ, અમારા દેવ અમારી આગળ અને અમારી સાથે છે, અને તેના યાજકો રણશિંગા લઇને તમારી સામે યુદ્ધનાદ કરે છે, “હે ઇસ્રાએલ પુત્રો, તમારા પિતૃઓના યહોવા દેવની સામે ન લડો; તેમાં તમે જીતી શકશો નહિ.”
ઇસ્રાએલનો રાજા પેકાહ જે રમાલ્યાનો પુત્ર હતો. તેણે એક જ દિવસમાં 1,20,000 શૂરવીર યોદ્ધાઓને કાપી નાખ્યા. કારણકે તેમણે તેમના પિતૃઓના દેવ યહોવાની અવજ્ઞા કરી હતી.
તે માટે સૈન્યોના દેવ યહોવા તેના બળવાન યોદ્ધાઓમાં ભયંકર બિમારીઓ મોકલશે; તેમનાં દેહમાં અગ્નિ જેવી જવાળા ભડભડતી રહેશે.
તે જ રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1ણ 85 ણ000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ એ બધા મરેલા પડ્યા હતા.
તેમને કારણે પર્વતો ધ્રુજે છે. ને ડુંગરો ઓગળી જાય છે. તેમની સામે પૃથ્વી ધ્રુજે છે, દુનિયા અને તેમાં વસતા બધા જીવો હાલી ઊઠે છે.
શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના!