Home Bibles 2 કાળવ્રત્તાંત 11:23 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 11:23 · ગુજરાતી બાઇબલ

રહાબઆમે યુકિતપૂર્વક તેના બીજા પુત્રોને યહૂદિયા અને બિન્યામીનના બધા પ્રદેશોમાં કિલ્લેબંદ નગરોમાં રહેવા માટે મોકલી દીધા. તેણે તેઓને મોટા સાલિયાણાં બાંધી આપ્યા. અને પ્રત્યેકને ઘણી સ્રીઓ સાથે પરણાવ્યા.

Cross references

ઊત્પત્તિ 25:6

ઇબ્રાહિમે મૃત્યુ પહેલા પોતાની દાસીઓના પુત્રોને ઇસહાકથી દૂર પૂર્વના પ્રદેશમાં મોકલી દીધા. તે પછી ઇબ્રાહિમે પોતાની બધી મિલકત ઇસહાકને આપી દીધી.

1 રાજઓ 1:5

તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા.

2 કાળવ્રત્તાંત 10:8

પરંતુ વડીલોએ આપેલી સલાહને તેણે ફગાવી દીધી અને પોતાની સાથે ઊછરેલા અને પોતાની તહેનાતમાં રોકાયેલા જુવાનીયાઓની સલાહ લીધી.

2 કાળવ્રત્તાંત 21:3

અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.

લૂક 16:8

“પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે.

Interlinear

Choose Theme