Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 10:2 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 10:2 · ગુજરાતી બાઇબલ

જ્યારે સુલેમાન રાજા હતો, ત્યારે યરોબઆમ તેનાથી ભાગીને મિસરમાં રહ્યો. એ દરમ્યિન નબાટના પુત્ર યરોબઆમના મિત્રોએ તેને સમાચાર મોકલ્યા કે સુલેમાન મૃત્યુ પામ્યો છે. તેથી તે મિસરમાંથી પાછો ફર્યોં.

Cross references

1 રાજઓ 11:26

બીજો એક બળવાખોર આગેવાન યરોબઆમ નબાટનો પુત્ર હતો. એફ્રાઈમ પ્રદેશના સરૂઆહ નગરમાંથી તે આવતો હતો, તેની માંતા સરૂઆહ વિધવા સ્રી હતી.

1 રાજઓ 11:28

હવે આ યરોબઆમ ઘણો સક્ષમ માંણસ હતો. સુલેમાંને જોયું કે યુવાન માંણસ તેનું કામ કેટલી સુંદર રીતે કરતો હતો, અને તેને યૂસફના વંશના વેઠ મજૂરોનો મુકાદમ બનાવી દીધો.

1 રાજઓ 11:40

આ પછી સુલેમાંને યરોબઆમને માંરી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે મિસરના રાજા શીશાક પાસે ભાગી ગયો, અને સુલેમાંનના મૃત્યુ સુધી મિસરમાં જ રહ્યો.

1 રાજઓ 12:2

તે વખતે યરોબઆમ મિસરમાં હતો, સુલેમાંન રાજાની આગળથી તે ત્યાં નાસી ગયો હતો. આ રાજયાભિષેક વિષે તેણે તેના મિત્રો પાસેથી સાંભળ્યું, અને તે મિસરમાંથી પાછો આવ્યો.

2 કાળવ્રત્તાંત 9:29

સુલેમાન રાજાના જીવનની બાકીની વિગતો પ્રબોધક નાથાને લખેલા ઇતિહાસમાં, શીલોની-અહિયાના પ્રબોધના પુસ્તકમાં અને નબાટના પુત્ર યરોબઆમ વિષે દ્વો પ્રબોધકને થયેલાં દર્શનના પુસ્તકમાં આપવામાં આવેલી છે.

Interlinear

Choose Theme