તે તેના પોતાના કુટુંબનો પણ એક સારો વડીલ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે તેના બાળકો પૂરા આદરભાવથી તેની આજ્ઞા પાળતા હોવા જોઈએ.
Cross references
મેં જ એને પસંદ કર્યો છે કે, જેથી એ પોતાનાં સંતાનોને અને પોતાના પછીના વંશજોને ધર્મ અને ન્યાયનું આચરણ કરીને યહોવાને માંગેર્ વળવાની આજ્ઞા કરે, અને એ રીતે ઇબ્રાહિમને આપેલું વચન હું પાળી શકું.”
“યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”
હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?
કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો.
ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો.
સેવકો તરીકે સેવા આપનાર પુરુંષોને એકજ પત્ની હોવી જોઈએ. તેઓનાં પોતાનાં બાળકો અને કુટુંબોના તેઓ સારા વડીલ તરીકે નીવડેલા હોવા જોઈએ.
વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ.
વૃદ્ધોને તું આત્મ-સંયમ રાખવાનું, ગંભીર, તથા શાણા થવાનું શીખવ. તેઓએ દૃઢ વિશ્વાસ, ઉત્કટ પ્રેમ તથા ધીરજમાં દૃઢ થવું જોઈએ.
જુવાન માણસો માટે દરેક બાબતમાં નમૂનારુંપ થવા તારે સારાં કામો કરવાં જોઈએ. જ્યારે તું ઉપદેશ આપે ત્યારે પ્રામાણિક અને ગંભીર બન.