Home Bibles ☰ Books 1 શમુએલ 9:27 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 9:27 · ગુજરાતી બાઇબલ

તેઓ શહેરને નાકે આવ્યા, ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તારા ચાકરને આગળ મોકલી દે.” ચાકર ચાલતો થયો. શમુએલે કહ્યું, “તું થોડી વાર અહીં ઊભો રહે. હું તને દેવનો સંદેશો કહું છું.”

Cross references

1 શમુએલ 15:16

શમુએલે શાઉલને કહ્યું, “થોભો, ગઈ રાત્રે યહોવાએ મને શું કહ્યું તે માંરે તને કહેવુંજ પડશે.”શાઉલ બોલ્યો, “કહો.”

1 શમુએલ 20:38

“જલદી દોડ, ઉતાવળ કર, વિલંબ ન કરીશ.” છોકરો તીર ઉપાડી લઈને તેના ધણીની પાસે પાછો આવ્યો.

2 રાજઓ 9:5

તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા. તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”

2 રાજઓ 20:16

ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે;

યોહાન 15:14

હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો.

Interlinear

Choose Theme