Home Bibles 1 શમુએલ 8:5 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 8:5 · ગુજરાતી બાઇબલ

તેઓએ તેમને કહ્યું, “જુઓ, તમે હવે વૃદ્વ થયા છો, અને તમાંરા પુત્રો તમાંરે પગલે ચાલતા નથી, માંટે જેમ બીજી પ્રજાઓમાં છે તેમ અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજાની નિમણૂક કરો.”

Cross references

ગણના 23:9

હું ઊચા ખડકની ટોચ પરથી તે લોકોને નિહાળું છું, એ પ્રજા એકલી રહે છે, તે અન્ય પ્રજાઓથી પોતાને ભિન્ન ગણે છે.

પુનર્નિયમ 17:14

“તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપે છે ત્યાં પહોંચી જાઓ અને તેનો કબજો લઈ ત્યાં વસવાટ કરો, પછી તમને એમ લાગે કે, ‘અમાંરી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમાંરે પણ રાજા હોવો જોઈએ.’

ન્યાયાધીશો 8:22

ત્યારપછી ઈસ્રાએલી લોકોએ ગિદિઓનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે હવે તમે અમાંરા રાજા છો, તમાંરા પુત્રો અને તમાંરા વંશજો અમાંરા પર શાસન કરો.”

1 શમુએલ 8:6

પણ, અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા આપો. એવી તેમણે વિનંતી કરી, એથી શમુએલ નારાજ થયો, અને તેણે યહોવાને પ્રાર્થના કરી.

1 શમુએલ 8:19

એમ છતાં લોકોએ શમુએલને સાંભળવાની ના પાડી, તેમણે કહ્યું, “ના, અમાંરે તો રાજા જોઈએ જ,

1 શમુએલ 8:20

આથી અમે પણ અન્ય પ્રજાઓ જેવા થઈએ; અને અમાંરા રાજા અમાંરા ઉપર રાજય કરે અને આગળ રહી અમાંરાં યુદ્ધો લડે.”

1 શમુએલ 10:19

પરંતુ આજે તમે બધાં દુ:ખોથી તથા આફતોથી ઉગારનાર તમાંરા દેવને નકાર્યા છે, પંરતુ તમે કહ્યું, ‘અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા નક્કી કરી આપો,’ તો તમે બધાં આવો અને તમાંરા કુળસમૂહો અને કુટુંબવાર અહી ઉભા રહો.”

1 શમુએલ 12:17

અત્યારે ઘઉંની કાપણીની ઋતું છે, હું યહોવાનેે પ્રૅંર્થના કરીશ એટલે તે ગાજવીજ સૅંથે પુષ્કળ વરસાદ મોકલશે; અને એ જોઈને પદ્ધી તમને ખાતરી થશે કે, તમે રાજાની માંગણી કરીને યહોવાની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે.”

હોશિયા 13:10

તમારું રક્ષણ કરનાર તમારો રાજા ક્યાં છે? તમારંુ રક્ષણ કરનારા તમારા બધા રાજકર્તાઓ ક્યાં છે? તમે જ તેમની પાસે મારી માગણી કરી હતી કે, “અમને એક રાજા આપો, રાજકર્તાઓ આપો.”

પ્રેરિતોનાં ક્રત્યો 13:21

પછી તે લોકોએ રાજાની માંગણી કરી. તેથી દેવે તેઓને કીશનો દીકરો શાઉલ આપ્યો. શાઉલ બિન્યામીનના કુળનો હતો. તે 40 વર્ષ રાજા રહ્યો.

Interlinear

Choose Theme