Home Bibles ☰ Books 1 શમુએલ 7:4 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 7:4 · ગુજરાતી બાઇબલ

ત્યારે ઇસ્રાએલીઓએ બઆલ તથા આશ્તારોથ દેવીની મૂર્તિઓને હઠાવી દીધી અને તેઓ ફકત યહોવાને જ પૂજવા લાગ્યા.

Cross references

ન્યાયાધીશો 2:11

તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.

ન્યાયાધીશો 2:13

તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.

ન્યાયાધીશો 10:15

પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, “અમે પાપ કર્યું છે, તમને યોગ્ય લાગે તે શિક્ષા અમને કરો. પરંતુ અમને ફકત આટલો વખત અમાંરા દુશ્મનોના હાથમાંથી છોડાવો.”

ન્યાયાધીશો 10:16

તેમણે વિધર્મીઓના દેવદેવલાં ફેંકી દીધાં અને યહોવાની ઉપાસના કરવા માંડી. યહોવાથી ઈસ્રાએલીઓનું કષ્ટ જોઈ શકાયું નહિ.

1 રાજઓ 11:33

કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી.

2 રાજઓ 23:15

એ જ રીતે બેથેલની વેદી અને ઉચ્ચસ્થાનો, જે ઇસ્રાએલને પાપ કરવા પ્રેરનાર નબાટના પુત્ર યરોબઆમે બંધાવી હતી તેનો પણ તેણે નાશ કર્યો, તેના પથ્થરોને ભેગા કરીને ભાંગીને ભૂકો કરી ફેકી દીધો અને અશેરાદેવીની બધી નિશાનીઓને બાળી મૂકી.

હોશિયા 14:3

આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.

હોશિયા 14:8

હે ઇસ્રાએલ, તારે મૂર્તિઓ સાથે કઇં કરવાનું નહિ રહે. હું એ છું જે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપુ છું. અને હું તમારી સંભાળ રાખુ છું. તમારી સારસંભાળ રાખું છું. હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું. મારી પાસેથી જ તમને ફળ મળે છે.”

Interlinear

Choose Theme