Home Bibles 1 શમુએલ 3:14 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 3:14 · ગુજરાતી બાઇબલ

એટલે મેં એલીના કુટુંબની વિરુદ્ધ સમ ખાધા છે. હું સમ ખાઉ છું કે અર્પણો અને ખાધાર્પણો એલીના કુટુંબના પાપો દુર નહિ કરે.”

Cross references

લેવીય 15:31

“આ રીતે ઇસ્રાએલના લોકોને અશુદ્ધિની બાબતમાં ચેતવવા. તમે તેઓને ચેતવશો નહિ, તો તેઓ માંરો પવિત્રમંડપ અશુદ્ધ કરશે, અને તેઓને મરવું પડશે.”

ગણના 15:30

“પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇસ્રાએલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાંન કરે છે. એવા માંણસનો બહિષ્કાર કરવો અને સમાંજથી અલગ રાખવો,

ગણના 15:31

કારણ કે, તેણે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન ઈરાદાપૂર્વક કર્યું છે. તેણે યહોવાની અવજ્ઞા કરી છે. તેથી એ માંણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. એના પાપની જવાબદારી એના એકલાના જ માંથે છે.”

1 શમુએલ 2:25

જો કોઈ માંણસ બીજા માંણસ સામે પાપ કરે તો દેવ તેને મદદ કરે. પરંતુ કોઈ માંણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો કોણ વચ્ચે પડે અને તેને બચાવે? આ રીતે એલીએ તેમને ઠપકો આપ્યો.”પણ તેના દીકરાઓએ તેનું સાંભળ્યું નહિ. તેથી યહોવાએ બંનેને માંરી નાખવાનો નિર્ણય કર્યો.

ગીતશાસ્ત્ર 51:16

તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી.

યશાયા 22:14

સૈન્યોના દેવ યહોવાએ મને દર્શન આપીને વચન આપી કહ્યું “તેમના જીવનકાળ દરમ્યાન તે તેમની દુષ્ટતા ને માફ નહિ કરે.” આ સૈન્યોના દેવ યહોવાના વચનો છે.

ચર્મિયા 7:16

યહોવાએ મને કહ્યું, “યમિર્યા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહી, મારી આગળ કોઇ મધ્યસ્થી કરીશ નહિ, કારણ, હું સાંભળનાર નથી.

ચર્મિયા 15:1

“મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા!

યર્મિયાનો વિલાપ 24:13

હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.

હિબ્રૂઓને પત્ર 10:4

કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી.

હિબ્રૂઓને પત્ર 10:26

સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ.

Interlinear

Choose Theme