Home Bibles ☰ Books 1 શમુએલ 27:6 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 27:6 · ગુજરાતી બાઇબલ

આથી તે દિવસે આખીશે તેને સિકલાગ આપ્યું; તેથી સિકલાગ આજ સુધી યહૂદાના રાજાની મિલકત છે.

Cross references

યહોશુઆ 15:31

સિકલાગ, માંદમાંન્નાહ, સાન્સાન્નાહ,

યહોશુઆ 19:5

સિકલાગ, બેથ-માંર્કાબોથ, હસાર-સૂસાહ,

1 શમુએલ 19:5

તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિદોર્ષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?”

1 શમુએલ 30:1

ત્રીજે દિવસે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોંચ્યા. તેમણે જોયું કે અમાંલેકીઓએ સિકલાગ પર હુમલો કર્યો હતો અને નેગેબ પર આક્રમણ કર્યુ હતું. અને તેને બાળી મૂકયું હતું.

1 શમુએલ 30:14

અમે નેગેબ પર આક્રમણ કર્યુ જ્યાં કરેથીઓ અને કાલેબના લોકો રહે છે અને યહૂદાની ભૂમિ ઉપર આક્રમણ કરીને સિકલાગને અમે બાળી નાખ્યું.

2 શમએલ 1:1

શાઉલના મૃત્યુ પછી દાઉદ અમાંલેકીઓને હરાવીને પાછો ફર્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો.

1 કાળવ્રત્તાંત 4:30

બથુએલમાં; હોર્માહમાં; સિકલાગમાં;

1 કાળવ્રત્તાંત 12:1

દાઉદને કીશના પુત્ર શાઉલ નજીક આવવાની મનાઇ હતી.અને તે સિકલાગમાં રહેતો હતો. ત્યારે યુદ્ધમાં મદદ કરી શકે એવા અનેક વીર યોદ્ધાઓ આવી ને તેની સાથે જોડાયા.

1 કાળવ્રત્તાંત 12:20

જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા.

નહેમ્યા 11:28

સિકલાગમાં, મખોનાહ અને તેનાં ગામોમાં,

Interlinear

Choose Theme