Home Bibles 1 શમુએલ 25:41 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 25:41 · ગુજરાતી બાઇબલ

અબીગાઈલે જમીન સુધી વાંકી વળીને નમન કર્યું કહેતા, “આ દાસી માંરા ધણીના સેવકોના ચરણ ધોવા તૈયાર છે.”

Cross references

ઊત્પત્તિ 18:4

હું તમાંરા લોકોના ચરણો ધોવા માંટે પાણી લાવું છું. તમે પેલા વૃક્ષ નીચે આરામ કરો.

રૂત 2:10

આ બધું સાંભળ્યા પછી તેનો આભાર વ્યકત કરતા રૂથ જમીન પર નીચી વળી. તેણીએ કહ્યું, “હું વિદેશી છું અને આ જગાની નથી છતાં તમે કેમ આટલા મદદગાર છો?”

રૂત 2:13

રૂથ નમ્રભાવે બોલી, “માંરા સાહેબ, હું તમાંરી અત્યંત ઉપકાર વશ છું માંરી પર ખૂબ જ દયાળુતા દર્શાવવા માંટે અને માંરા જેવી દાસીને આશ્વાસન ભર્યા શબ્દો કહેવા માંટે. હું તો તમાંરા સેવકોમાંનાં એકની પણ બરાબર નથી.”

1 શમુએલ 25:23

દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચંુ મોઢુ કરીને નમી.

નીતિવચનો 15:33

યહોવાથી ડરીને ચાલવું એ જ જ્ઞાનની સૂચના છે; સન્માન પામતાં પહેલા નમ્ર બનવું જરૂરી છે.

નીતિવચનો 18:12

અભિમાન વિનાશને નોતરે છે, પહેલી નમ્રતા છે પછી સન્માન પ્રાપ્ત થાય છે.

યોહાન 13:3

પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો.

1 તિમોથીને 5:10

સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય. દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું.

Interlinear

Choose Theme