Home Bibles 1 શમુએલ 24:18 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 24:18 · ગુજરાતી બાઇબલ

આજે તેં માંરા પ્રત્યે અદૃભુત ભલાઈ દર્શાવી છે. યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધો હતો, પણ તેં મને માંરી નાખ્યો નહિ.

Cross references

ઊત્પત્તિ 38:26

પછી યહૂદાએ વસ્તુઓ ઓળખીને કબૂલ કર્યુ અને કહ્યું, “તે નિદોર્ષ છે, દોષ માંરો છે, કારણ કે મેં એને માંરા પુત્ર શેલાહ સાથે પરણાવી નહિ તેનું આ પરિણામ છે.” તે પછી તેણે તેને ફરીથી જાણી નહિ.

1 શમુએલ 23:7

શાઉલને જયારે સમાંચાર પ્રાપ્ત થયા કે દાઉદ કઈલાહ ગયો છે, ત્યારે તે બોલ્યો, “દેવે એને માંરા હાથમાં સોંપી દીધો છે, કારણ, દરવાજા અને ભૂંગળોવાળા શહેરમાં પેસીને તે ફસાયો છે.”

1 શમુએલ 23:12

એટલે દાઉદે કહ્યું, “શું ‘કઈલાહ’ના માંણસો મને તથા માંરા માંણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?”યહોવાએ જવાબ આપ્યો, “તેઓ તને સોંપી દેશે.”

1 શમુએલ 24:10

આ તમે પોતે જોઇ રહ્યાં છો. આજે યહોવાએ એ ગુફામાં તમને માંરા હાથમાં સોપી દીધા અને હું તમને ત્યાજ માંરી નાખી શકત. માંરા માંણસોએ તમને માંરી નાખવાનુ કહ્યું; પરંતુ મે તમાંરા જીવ પર દયા કરી, કારણ કે હુ માંરા ધણીને માંરી શકતો નથી કારણ કે યહોવાએ પોતે તમને રાજા બનાવ્યા હતા.

1 શમુએલ 26:8

અબીશાયે દાઉદને કહ્યું, “દેવે આજે તારા દુશ્મનને તારા હાથમાં સુપ્રત કર્યા છે. હું એને ભાલાના એક જ ઘાથી ભોંય સાથે જડી દઈશ. માંરે બીજો ઘા કરવો પડે નહિ.”

1 શમુએલ 26:23

ભલે યહોવા માંણસને તેના સાચા કાર્યો અને વિશ્વાસુપણા પ્રમાંણે બદલો આપે. આજે યહોવાએ તને માંરા હાથમાં સોપી દીધો હતો પરંતુ યહોવાએ તને રાજા બનાવ્યો છે. તેથી હું એમના પસંદ કરેલા માંણસને ઇજા ન કરી શકું.

ગીતશાસ્ત્ર 7:5

તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે, અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે! અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

ગીતશાસ્ત્ર 31:8

તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.

નીતિવચનો 25:22

એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.

Interlinear

Choose Theme