Home Bibles 1 શમુએલ 22:13 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 22:13 · ગુજરાતી બાઇબલ

શાઉલે તેને પૂછયું, “તેં અને યશાઇના પુત્રે માંરી વિરુદ્ધ કાવતરું શા માંટે કર્યુ? તેં તેને ખાવાનું આપ્યું, તરવાર આપી અને તેના માંટે યહોવાને પ્રાર્થના પણ કરી. હવે તે સંતાઇ ગયો છે મને માંરી નાખવાની રાહમાં.”

Cross references

1 શમુએલ 22:8

તમે માંરી સામે કાવતરું કરો છો! તમાંરામાંથી કોઇ એકે મને માંરા પુત્રે યશાઈના પુત્ર સાથે કરેલ કરાર વિષે કહ્યું નથી. માંરી કોઈને પડી નથી. તમાંરામાંથી કોઈ એકે મને એ કહ્યંુ નહિ કે માંરા દીકરાએ દાઉદને સંતાઇને માંરા ઊપર હુમલો કરવા પ્રોત્સાહન આપ્યુ હતું. તેથી હવે માંરો સેવક દાઉદ માંરા ઊપર હુમલો કરવા સંતાયો છે.”

ગીતશાસ્ત્ર 119:69

ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.

આમોસ 7:10

પછી બેથેલના યાજક અમાસ્યાએ આમોસના વચનો સાંભળ્યાં ત્યારે તેણે યરોબઆમ રાજા પર ઝડપથી સંદેશો મોકલ્યો: “આપણા દેશમાં આમોશ રાજદ્રોહી છે, અને તમારા મરણ માટે કાવતરું ઘડે છે. આ બાબત અસહ્ય છે. તેના લીધે કદાચ દેશમાં બળવો ફાટી નીકળશે.

લૂક 23:2

તેઓએ પિલાતને કહ્યું કે, “અમારા લોકોના વિચારોને બદલવાના પ્રયત્ન કરતા આ માણસને અમે પકડ્યો છે. કૈસરને કરવેરા આપવાનો તેણે વિરોધ કર્યો. તે એક ખ્રિસ્ત રાજા હોવાનો દાવો કરે છે.”

Interlinear

Choose Theme