Home Bibles 1 શમુએલ 22:1 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 22:1 · ગુજરાતી બાઇબલ

તેથી દાઉદે ત્યાંથી ભાગી જઈને અદુલ્લામની ગુફામાં આશરો લીધો, જયારે તેના ભાઈઓએ અને આખા કુટુંબે એમ સાંભળ્યું કે એ ત્યાં છે, ત્યારે તેઓ તેને ત્યાં જઈને મળ્યા.

Cross references

ઊત્પત્તિ 38:1

એ દિવસો દરમ્યાન યહૂદાએ પોતાના ભાઈઓને છોડી દીધા અને અદુલ્લામ નગરના વતની હીરાહ નામના વ્યકિત સાથે રહેવા ગયા.

યહોશુઆ 12:15

લિબ્નાહનો રાજા 1અદુલ્લામનો રાજા 1

યહોશુઆ 15:35

યાર્મૂથ, અદુલ્લામ, સોખોહ, અઝેકાહ,

1 શમુએલ 21:10

દાઉદ ઊભો થયો અને શાઉલથી આખીશનાં રાજા પાસે નાસી ગયો.

1 શમુએલ 24:4

દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.”‘દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી.

2 શમએલ 23:13

કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.

1 કાળવ્રત્તાંત 11:15

બીજી વખતે પલિસ્તીઓની એક ટુકડીએ જ્યારે રફાઇમની ખીણમાં છાવણી નાખી હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ અદુલ્લામની ગુફા નજીકના ખડક આગળ દાઉદને જઇને મળ્યા.

ગીતશાસ્ત્ર 34:1

હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.

ગીતશાસ્ત્ર 57:1

હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.

ગીતશાસ્ત્ર 142:1

હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.

મીખાહ 1:3

જુઓ, યહોવા આવે છે! તે પોતાનું સ્વર્ગનું રાજ્યાસન છોડીને પૃથ્વી પર આવે છે અને પર્વતોના શિખરો ઉપર ચાલે છે.

મીખાહ 1:15

હે મારેશાહના રહેવાસીઓ, હું તમારા માટે એક વિજેતા લાવીશ, ઇસ્રાએલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં આશ્રય લેશે.

હિબ્રૂઓને પત્ર 11:38

આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા.

Interlinear

Choose Theme