જયારે શાઉલને ખબર પડી કે શું બન્યું હતું ત્યારે તેણે વધારે માણસોને દાઉદને પઢડવા માંટે મોકલ્યા, અને તેઓમાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા તેથી તેણે ત્રીજી વાર બીજા મૅંણસોને મોકલ્યા તો તેમની પણ એ જ હાલત થઈ અને તેઓ પ્રબોધ કરવા લાગ્યાં.
Cross references
ત્યાર પછી રાજાએ પચાસ સૈનિકોના એક નાયકને તેની ટુકડી સાથે એલિયા પાસે મોકલ્યો. તે જયારે ત્યાં પહોંચ્યો ત્યારે તેમણે તેને એક ટેકરીની ટોચે બેઠેલો જોયો. પેલા નાયકે તેને કહ્યું કે, “હે દેવના માંણસ, રાજાએ તને નીચે આવવાની આજ્ઞા કરી છે.”
ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.
હબસી કદી પોતાની ચામડી બદલી શકે? અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે? તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી તું સત્કર્મ કરી શકે.
“ત્યાર પછી, હું મારો આત્મા બધા લોકો પર રેડીશ. તમારા પુત્રો અને પુત્રીઓ પ્રબોધ કરશે, તમારા ઘરડાંઓ સ્વપ્નો જોશે અને યુવાનોને સંદર્શનો થશે.