1 શમુએલ 17:14 · ગુજરાતી બાઇબલ
દાઉદ સૌથી નાનો હતો. મોટા ત્રણ પુત્રો શાઉલની સેનામાં જોડાયા હતાં.
Cross references
ઊત્પત્તિ 25:23
ત્યારે યહોવાએ તેને કહ્યું,“તારા પેટમાં બે પ્રજાઓ છે, બે પરિવારોના રાજા તમાંરામાંથી જ થશે. જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ, એકબીજા કરતાં વધારે બળવાન થશે; મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”
1 શમુએલ 16:11
પછી શમુએલે યશાઇને પૂછયુ, “શું તારે આ સાત પુત્રો જ છે?” યશાઇએ ઉત્તર આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં અને પ્રાણીઓ ચરાવવા ગયો છે.”તેથી શમુએલે યશાઇને કહ્યું, “તેને બોલાવવા માંટે મોકલો, અને તેને લાવો, તે ન આવે ત્યાં સુધી આપણે ભોજન નહિ કરીએ.”