Home Bibles 1 શમુએલ 15:9 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 15:9 · ગુજરાતી બાઇબલ

પછી શાઉલ અને તેના સૈન્યે અગાગને જીવતો છોડયો પછી શ્રેષ્ઠ જાડી ગાયો, ઘેટાઁ અને હલવાનોને માંર્યા નહિ. પણ તેઓએ નબળંા પ્રાણીઓ જેઓ મૂલ્યહીન હતા અને બીજી નકામી ચીજોનો નાશ કર્યો.

Cross references

યહોશુઆ 6:18

તમાંરે બધાંએ સતર્ક બનવું તેમાંની કોઈ શાપિત વસ્તુ ન લેવી જેનો સંપૂર્ણ નાશ કરવાનો છે. તમે એમાંથી કઈ લો અને રાખો તો ઇસ્રાએલી છાવણી પર વિપત્તિ આવશે અને તમે વિનાશ નોતરશો.

યહોશુઆ 7:21

લૂંટની વસ્તુઓમાં માંરી નજર શિનાર દેશના એક સુંદર ઝભ્ભા ઉપર અને બસો તોલા ચાંદી અને પચાસ તોલા સોનાની લગડી ઉપર પડી અને માંરું મન લલચાયું તેથી મે એ વસ્તુઓ ઉપાડી લીધી અને માંરા તંબુમાં જમીનમાં દાટી દીધી છે. ચાંદી સૌથી નીચે છે.”

1 શમુએલ 15:3

હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.”‘

1 શમુએલ 15:15

શાઉલે જવાબ આપ્યો, “માંરા માંણસોએ એ બધાં પ્રાણીઓ અમાંલેકીઓ પાસેથી પડાવી લીધાં છે. સારામાં સારાં ઘેટાં અને બળદને તેમણે જીવતાં રહેવા દીધાં છે જેથી તેઓ તમાંરા દેવ યહોવાનો યજ્ઞ કરી શકે. બાકીનાં બધાંનો અમે પૂરો નાશ કર્યા છે.”

1 શમુએલ 15:19

તો પછી તેઁ યહોવાની આજ્ઞા કેમ માંની નહિ? તું શા માંટે લૂંટ કરવા તૂટી પડયો, અને યહોવાની નજરમાં ગુનો ગણાય તેવું તેં શા માંટે કર્યુ?”

1 શમુએલ 28:18

તેં યહોવાની આજ્ઞા માંની નહોતી, તેઁ અમાંલેકીઓનો વિનાશ કર્યો નહિ અને બતાવ્યું નહિ કે દેવ તેમના ઉપર કેટલા કોપાયમાંન હતા. તેથી યહોવા તમને આજે આ કરી રહ્યાં છે.

2 શમએલ 6:13

જ્યારે યહોવાના પવિત્રકોશને ઉપાડનારા માંણસો છ ડગલાં આગળ ચાલ્યા એટલે દાઉદે એક બળદ અને એક પુષ્ટ વાછરડાને ભોગ તરીકે અર્પણ કર્યો.

1 રાજઓ 20:34

બેન-હદાદે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પિતા પાસેથી લઈ લીધેલાં શહેરો હું પાછાં આપીશ, અને માંરા પિતાએ જેમ સમરૂનમાં બજાર ખોલ્યાં હતાં તેમ તમે દમસ્કમાં ખોલજો.”આહાબે કહ્યું, “હું તમને આ શરતો પર જવા દઇશ.” આથી આહાબે તેની સાથે શાંતિકરાર કર્યા અને તેને મુકત કર્યો.

માથ્થી 26:9

કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત.”

Interlinear

Choose Theme