Home Bibles 1 શમુએલ 14:48 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:48 · ગુજરાતી બાઇબલ

તેણે ભારે પરાક્રમ કરીને અમાંલેકીઓને પણ હરાવ્યાં. તેણે ઇસ્રાએલીઓને બધા દુશ્મનોના હુમલામાંથી બચાવ્યા.

Cross references

નિર્ગમન 17:8

અમાંલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇસ્રાએલના લોકો પર હુમલો કર્યો.

નિર્ગમન 17:14

પછી યહોવાએ મૂસાને કહ્યું, “એ હકીકતને યાદગીરી માંટે પુસ્તકમાં લખ. અને યહોશુઆને જરૂર કહેશો કે, હું અમાંલેકીનું નામનિશાન પૃથ્વી પરથી સદાયને માંટે ભૂસી નાખીશ.”

પુનર્નિયમ 25:19

તેથી તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તે તમાંરી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે તમાંરે અમાંલેકીઓનું નામનિશાન ધરતીના પટ ઉપરથી ભૂંસી નાખવાનું છે, તે બાબત કદી ભૂલશો નહિ.

ન્યાયાધીશો 2:16

ત્યારબાદ યહોવાએ ઈસ્રાએલીઓ ઉપર ન્યાયાધીશો નીમ્યા. અને તેઓએ તેમને શત્રુઓના હાથમાંથી ઉગારી લીધા.

1 શમુએલ 15:3

હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.”‘

1 શમુએલ 15:7

ત્યાર પછી શાઉલે અમાંલેકીઓને હરાવ્યા અને તેમને દૂર હાંકી કાઠયાં, હવીલાહથી શૂર સુધી, મિસરની સરહદે.

2 શમએલ 1:22

યોનાથાનના ધનુષે તેના ભાગના દુશ્મનોને માંર્યા અને તેઓનુ લોહી રેડાયું! તેવી જ રીતે શાઉલની તરવાર એક સાચ્ચા યોદ્વાની તરવાર જેવી હતી જે માંર્યા વિના કદી પાછી ફરી નહોતી.

Interlinear

Choose Theme