Home Bibles ☰ Books 1 શમુએલ 14:39 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 14:39 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલને વિજય અપાવનાર યહોવાના સમ ખાઈને હું કહું છું કે, માંરા પુત્ર યોનાથાનનો દોષ હશે તો તેને પણ મોતની સજા થશે.” પણ કોઈ કશું બોલ્યું નહિ.

Cross references

1 શમુએલ 14:24

તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું.

1 શમુએલ 14:44

શાઉલ બોલ્યો, “યોનાથાન, હું જો તને મોતની સજા ન કરું તો દેવ મને પૂછે.”

1 શમુએલ 19:6

આખરે શાઉલ તેની સાથે સંમત થયો અને યહોવાના નામે પ્રતિજ્ઞા કરી કે, “માંરે દાઉદને માંરી નાખવો નહિ.”

1 શમુએલ 20:31

જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”

1 શમુએલ 22:16

ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચીત માંર્યો જશે.”

1 શમુએલ 28:10

ત્યારે શાઉલે તેની આગળ એવા સમ ખાધા કે, “હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે, એ માંટે તને કોઈ સજા કે નુકસાન થશે નહિ.”

2 શમએલ 12:5

આ સાંભળીને દાઉદ તે માંણસ પર એકદમ ગુસ્સે થયો અને બોલ્યો, “યહોવાના સમ, આવું કાર્ય કરનાર માંણસને મૃત્યુદંડ આપવો જોઈએ.”

2 શમએલ 14:21

રાજા દાઉદે યોઆબને કહ્યું, “મેં જે વચન આપ્યું છે તે પ્રમાંણે હું કરીશ. જાવ અને યુવાન આબ્શાલોમને પાછો ઘરે લઇ આવો.

સભાશિક્ષક 9:2

બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે.

Interlinear

Choose Theme