પછી શાઉલેે બેઝેકમાં માંણસો ભેગા કર્યા; ઇસ્રાએલમાંથી લગભગ 3,00,000 માંણસો હતા અને યહુદામાંથી 30,000 માંણસો હતા.
Cross references
પછી તેઓએ આક્રમણ કર્યુ, અને યહોવાએ કનાનીઓ અને પરિઝઝીઓને હરાવવામાં તેઓને મદદ કરી. તેઓએ બેઝેકમાં 10,000ના સૈન્યનો સંહાર કર્યો.
ઈસ્રાએલી લોકોની આ સભામાં ઈસ્રાએલના સર્વ કુળસમૂહોના વડા હતાં. 4,00,000 તરવાર સાથે હથિયારબંધ સૈનિકો હતાં.
ત્યારબાદ શમુએલ ગિલ્ગાલ છોડીને દૂર ગયો. બાકીનાં સૈન્યે શાઉલ સાથે ગિલ્ગાલ છોડયું. તેઓ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયાહમાં ગયા. તેણે સૈન્યમાં માંણસો ગણ્યાં ત્યાં લગલગ 600 માંણસો હતાં.
આથી શાઉલે બધા લોકોને ‘ટલાઈમ’ બોલાવવા તે જગ્યાએ ભેગા કર્યા. ત્યાં 2,00,000 પાયદળ અને બીજા 10,000 માંણસો હતાં. તેમાં યહૂદાનાં માંણસોનો સમાંવેશ છે.
યોઆબે રાજાને દેશના લોકોની કુલ સંખ્યા રજૂ કરી; હથિયાર ચલાવી શકે તેવા માંણસો ઇસ્રાએલમાં 8,00,000 માંણસો અને યહૂદામાં 5,00,000 માંણસો હતાં.
એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.
યહોશાફાટ ઉત્તરોત્તર વધુને વધુ મહત્વ પ્રાપ્ત કરતો ગયો અને તેણે યહૂદામાં કિલ્લાઓ અને ભંડાર માટે નગરો બાંધ્યા