ત્યારબાદ લોકો દોડીને તેને ત્યાંથી બહાર લઈ આવ્યા; અને તેને લોકોની વચ્ચે ઊભો રાખ્યો. શાઉલ તે બધા કરતાં એક વેંત ઊંચો હતો.
Cross references
બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો.
તેને શાઉલ નામનો એક પુત્ર હતો. તે યુવાન અને રૂપાળો હતો. ઇસ્રાએલીઓમાં તેના કરતાં વધારે રૂપાળું કોઈ ન હતું અને બીજા કરતાં તે એક વેંત વધું ઊંચો હતો.
પણ યહોવાએ શમુએલને કહ્યું, “એનો દેખાવ અને ઊંચાઈ જોઈને તેને ધ્યાનમાં ન લો, કારણ હું તેનો અસ્વીકાર કરું છુ. યહોવાની દૃષ્ટિ અને માંનવની દૃષ્ટિમાં તફાવત હોય છે. માંણસો બાહ્ય દેખાવ જુએ છે, પરંતુ યહોવા માંણસના અંતર અને ભાવનાઓને જુએ છે.”
પલિસ્તીઓની છાવણીમાંથી ગોલ્યાથ નામનો એક યોદ્ધો ઇસ્રાએલીઓને દ્વંદ્ધયુદ્ધ માંટે પડકારવા બહાર આવ્યો. તે ગાથનો વતની હતો. તે આશરે નવ ફૂટ ઊંચો હતો.