જો કોઈ વ્યક્તિ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જોઈએ. અને જે સેવા કરે છે તેણે દેવ થકી પ્રાપ્ત થયેલ સાર્મથ્ય વડે સેવા કરવી જોઈએ. તમારે એવાં જ કાર્યો કરવા જોઈએ કે જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા દેવ મહિમાવાન થાય તેને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.
Cross references
યહોવા તમે જ મહાન, શકિતશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી દેવ છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કઇં છે તે સર્વ તમારું છે. અને એ બધાં પર તમારી જ સત્તા સવોર્પરી છે, યહોવા તમે સર્વ રાજ્યોની પર છો.
કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી; અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ.
તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત અને તેમને ખોટે માગેર્થી અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.”
તે તો માનવામાં ન આવે તેવું હતું, તેમના પરાક્રમો અતિ મહાન છે, તેમનું રાજ્ય શાશ્વતકાળ ટકે એવું છે. તેમનો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે.
મુદૃત પૂરી થતાં સાત વર્ષને અંતે મેં નબૂખાદનેસ્સારે ઊંચે આકાશ તરફ નજર કરી. એટલે મારી સમજશકિત મારામાં પાછી આવી; અને મેં પરાત્પર દેવની સ્તુતિ કરી. અને તેમનું ભજન કર્યું. જે શાશ્વત છે, તેનું અધિપત્ય અનંત છે, તેનું રાજ્ય યુગોના યુગો સુધી ચાલે છે.
“તેને શાસનની સત્તા, ગૌરવ અને રાજ્યાધિકાર સોંપવામાં આવ્યાં, જેથી બધી ભાષાના અને દેશોના લોકો તેનું આધિપત્ય સ્વીકારે. તેની શાસનની સત્તા શાશ્વત છે, તે કદી લોપ ન પામે; તેમ તેનો રાજ્યાધિકાર એવો છે જે કદી નાશ ન પામે.
અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ.
આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.
હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો.
હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ.
તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ પર્યંત મહિમા હો. આમીન.
એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો.બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ.
દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.
તેથી તમે ખાઓ કે તમે પીવો કે તમે જે કઈ કરો, તે દેવના મહિમા માટે કરો.
આત્મિક કૃપાદાનો વિવિધ પ્રકારના હોય છે, પરંતુ તે બધા એક જ આત્મા તરફથી પ્રાપ્ત થયેલા છે.
આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી.
દેવનું સાર્મથ્ય જ્યારે આપણામાં સકિય બને, ત્યારે તેના થકી આપણે માંગીએ કે ધારીએ તેના કરતાં અનેક ઘણું વધારે દેવ સિદ્ધ કરી શકશે.
જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો.
હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.
મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.
તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.
દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે.
જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.
જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.
દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.
જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો.
મારા વહાલા ભાઈઓ અને બહેનો, હંમેશા બોલવામાં ધીમા રહો. કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળવા આતુર રહો. સહેલાઇથી ગુસ્સે ના થાઓ.
જે વ્યક્તિ પોતાને ધાર્મિક (સારો) માને છે પણ જો પોતાની જીભ પર કાબુ રાખતો નથી તો તે પોતાને છેતરે છે. અને તેની ધાર્મિકતાને નિરર્થક બનાવે છે.
વહાલા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો બનાવાનું પસંદ ન કરે. કેમ કે ઉપદેશકો થઇને તો બીજાઓ કરતાં કડક શિક્ષાને પાત્ર ઠરીએ છીએ.
તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો.
તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો.
તેને સદાસર્વકાળ સત્તા હોજો. આમીન.
તે જ ફક્ત દેવ છે. તે જ એક છે જે આપણો ઉદ્ધાર કરે છે. તેને મહિમા, ગૌરવ, પરાક્રમ તથા અધિકાર, અનાદિકાળથી હમણા તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.
અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે. ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા;
તે દૂતોએ મોટા સાદે કહ્યું કે:“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, શાણપણ અને શક્તિ, માન, મહિમા મેળવવા તથા સ્તુતિને યોગ્ય છે!”