Home Bibles 1 રાજઓ 9:20 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 9:20 · ગુજરાતી બાઇબલ

ત્યાં હજી થોડાં અમોરીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ ઇસ્રાએલીઓની વચ્ચે રહેતા હતાં.

Cross references

ઊત્પત્તિ 15:19

એટલે કે, કેનીઓ, કનિઝીઓ, કાદમોનીઓ,

નિર્ગમન 23:23

“કારણ કે માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે, અને હું તેઓનો સર્વનાશ કરીશ.

નિર્ગમન 23:28

તદુપરાંત હું તમાંરી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિતી લોકોને તમાંરી આગળથી કાંકી કાઢશે.

નિર્ગમન 34:11

કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ.

પુનર્નિયમ 7:1

“તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે.

ન્યાયાધીશો 3:3

એ પ્રજાઓ આ પ્રમાંણે હતી: પાંચ પલિસ્તી રાજાઓ, બધાજ કનાનીઓ, સિદોનીઓ અને બઆલ હેર્મોન પર્વતથી માંડીને લબો-હમાંથ સુધી લબાનોન પર્વતના વિસ્તારમાં વસતા હિવ્વીઓ.

ન્યાયાધીશો 3:5

આમ ઈસ્રાએલીઓ, કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ ભેગા રહેવા લાગ્યા.

1 કાળવ્રત્તાંત 1:15

હિવ્વી, આકીર્, સીની;

2 કાળવ્રત્તાંત 8:7

હિત્તીઓ, અમોરીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, યબૂસીઓ વગેરે બિન ઇસ્રાએલી લોકોમાંના જેઓ દેશમાં બાકી રહ્યા હતા,

એઝરા 2:55

સુલેમાનના સેવકોના વંશજો: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:

એઝરા 2:58

મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો 392 હતા.

Interlinear

Choose Theme