હવે જ્યારે સુલેમાંને યહોવા માંટેની આખી ઉપાસના કરવાનું પૂરું કર્યુ; તે ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઉભો થયો. અને યહોવાની વેદી સમક્ષ, અને આકાશ તરફ જોતાં, રાજા સુલેમાંને પોતાના હાથ સ્વર્ગ તરફ લંબાવ્યા.
Cross references
ત્યારબાદ સુલેમાંને યહોવાની વેદી સમક્ષ ઊભા રહીને સમગ્ર ઇસ્રાએલી સમાંજના દેખતાં આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા,
યહોવાની વેદીની સમક્ષ, સમગ્ર ઇસ્રાએલી સમાજની સન્મુખ ઊભા રહીને સૌના દેખતા પ્રાર્થના કરવા માટે પોતાના હાથ પ્રસાર્યા.
સુલેમાને પ્રાર્થના પૂરી કરી એટલે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનાર્પણ અને હોમબલિઓને ભસ્મીભૂત કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું.
આવો આપણે તેને ભજીએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
એક વખત ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈસુએ પ્રાર્થના કરવાની પૂરી કરી ત્યારે તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું, “યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો.”
પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી.
જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા)
જ્યારે પાઉલે આ વાતો કરવાની પૂરી કરી, તે ઘૂંટણે પડ્યો અને તેઓ બધાએ સાથે પ્રાર્થના કરી.
પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો.ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.