Home Bibles 1 રાજઓ 8:37 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 8:37 · ગુજરાતી બાઇબલ

“જો દેશમાં દુકાળ પડે કે મરકી ફાટી નીકળે, પાક લૂથી બળી જાય, કે મસી આવે, તીડ કે કાતરા પડે; એ લોકોના કોઈ દુશ્મનો એમના કોઈ શહેરને ઘેરો ઘાલે કે કોઈ આફત ઊતરે કે, રોગચાળો ફાટી નીકળે.

Cross references

લેવીય 26:16

તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.

લેવીય 26:25

માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.

પુનર્નિયમ 28:21

અને તમે જે દેશનો કબજો લેવા જઈ રહ્યા છો ત્યાં યહોવા તમાંરામાં રોગચાળો મોકલશે, જેમાં તમે બધા સમાંપ્ત થઈ જશો,

પુનર્નિયમ 28:22

યહોવા તમને ઘાસણી, જવર, સોજા, દુકાળ, લૂ અને ગેરુના ભોગ બનાવશે. એ આફતો તમાંરો પીછો છોડશે નહિ અને અંતે તમાંરો નાશ થશે.

પુનર્નિયમ 28:25

“યહોવા તમાંરા દુશ્મનોથી તમાંરો પરાજય કરાવડાવશે. તમે એક દિશામાંથી તેમના ઉપર હુમલો કરશો પરંતુ તમે તેમનાથી સાત જુદી દિશાઓમાં ભારે ગુંચવાઇને ભાગી જશો. સમગ્ર પૃથ્વીનાં રાજયો તમાંરી દશા જોઈને ભયભીત થઇ જશે.

પુનર્નિયમ 28:38

“તમે પુષ્કળ બી વાવશો પણ લણશો ઓછું. કારણ કે, તમાંરો બધો પાક તીડો ખાઈ જશે.

પુનર્નિયમ 28:42

તમાંરા દ્રાક્ષાવેલાઓનો, વૃક્ષોનો તથા ખેતીની બધી પેદાશનો તીડો નાશ કરશે.

પુનર્નિયમ 28:52

“તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેમાંના બધાં નગરોને તેઓ ઘેરો ઘાલશે અને અંતે જે કોટો પર તમે સુરક્ષા માંટે આધાર રાખો છો, તે ઊંચા અને અભેધ કોટોને ભોંયભેંગા કરી નાખશે.

2 રાજઓ 6:25

શહેરમાં લોકો ભારે ભૂખમરો વેઠતા હતા. દુકાળ એટલો લાંબો ચાલ્યો હતો કે ગધેડાનું 1 માંથું ચાંદીના 80 સિક્કામાં વેચાતું હતું. પા કિલો “કબૂતરની અઘારના”5 ચાંદીના સિક્કા વચાંવી હતી.

1 કાળવ્રત્તાંત 21:12

ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”

2 કાળવ્રત્તાંત 6:28

“જો દેશમાં દુષ્કાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તારા લોકના નગરોને ઘેરો ઘાલે, કોઇ પણ મુશ્કેલી આવી પડે,

2 કાળવ્રત્તાંત 20:9

અને કહ્યું કે, ‘આ મંદિરમાં તારો વાસ છે. એટલે જો અમારા પર કોઇ આફત આવે- યુદ્ધ આવે કે પૂર આવે, રોગચાળો આવે કે દુકાળ આવે તો અમે આ મંદિરમાં તારી સમક્ષ ઊભા રહીને, એ સંકટ સમયે તને યાદ કરીશું અને તું અમારી પ્રાર્થના સાંભળી અમને બચાવી લેશે.’

ગીતશાસ્ત્ર 105:34

તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા તથા તીડો આવ્યા.

ચર્મિયા 32:2

તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યમિર્યા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો;

ચર્મિયા 39:1

યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમાં વર્ષના દશમાં મહિનામાં નબૂખાદનેસ્સારે પોતાની આખી સૈના સાથે યરૂશાલેમ પર ચઢાઇ કરીને તેને ઘેરો ઘાલ્યો.

યર્મિયાનો વિલાપ 14:21

યહોવા મારા માલિક કહે છે: “એ કેટલું વધારે ભયંકર હશે, જ્યારે હું મારી ચારે ચાર આકરામાં આકરી શિક્ષાઓ યરૂશાલેમના માણસોનો અને પશુઓનો સંહાર કરવા માટે મોકલીશ- યુદ્ધ, દુકાળ, રોગચાળો, અને જંગલી પશુઓ.

યોએલ 1:4

તીડો તમારો બઘો પાક ખાઈ જશે. જે કાતરનારા તીડોએ છોડયું તે ગણગણતા તીડો ખાશે; જે ગણગણતા તીડોએ છોડયું તે કૂદતા તીડો ખાશે; છેલ્લે આંકરાંતિયા તીડ બચેલું બઘું ખાઈ જશે.

યોએલ 2:25

મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું-સામૂહિક તીડો, ફુદકતાં તીડો, વિનાશક તીડો, અને કાપતાં તીડો. તેમના દ્વારા નષ્ટ થયેલો પાક હું તમને પાછો આપીશ.

Interlinear

Choose Theme