અને તેમાં યહોવાએ આપણા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેમની સાથે કરેલા કરાર આ પવિત્ર કોશમાં રાખવામાં આવેલા છે.”
Cross references
પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.”
તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.
હું ત્યાં પર્વત પર હતો, યહોવાએ તમાંરી સાથે કરેલા કરારની તકતીઓ લેવા હું ત્યાં ગયો હતો. હું ત્યાં ખાધાપીધા વિના ચાળીસ દિવસ અને રાત રહ્યો હતો.
“ત્યારે 40 દિવસ અને રાત પછી યહોવાએ મને તે કરાર લખેલી તકતીઓ આપી,
“આ નિયમનું પુસ્તક લો અને તેને તમાંરા દેવ યહોવાની કરારકોશની જોડે રાખો, જેથી એ ઇસ્રાએલી પ્રજાને ગંભીર ચેતવણી તરીકે તે ત્યાં જ રહે.
ત્યારબાદ રાજા સુલેમાંન અને તમાંમ ઇસ્રાએલી પ્રજાજનો પવિત્રકોશની સમક્ષ એકત્ર થયા અને અસંખ્ય ઘેટાં અને બળદોના અર્પણો આપ્યા.
ઇસ્રાએલીઓ મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ તેમને આપેલા વચનો જે પથ્થરની બે તકતીઓમાં આલેખાયેલા હતાં; જે મૂસા હોરેબ પર્વત પરથી લાવ્યો હતો અને તેણે પવિત્રકોશમાં મૂકી હતી, પવિત્રકોશમાં ફકત આ બે તકતીઓ જ હતી તે સિવાય તેમાં બીજું કશું નહોતું.