Home Bibles 1 રાજઓ 8:19 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 8:19 · ગુજરાતી બાઇબલ

હજી પણ તે મંદિર તું બનાવીશ નહિ, પણ તારો સગો પુત્ર માંરા નામ માંટે મંદિર બાંધશે.’

Cross references

2 શમએલ 7:5

“તું જઈને માંરા સેવક દાઉદને કહે કે, ‘આ યહોવાનાં વચન છે: માંરા માંટે મંદિર બાંધનાર તું એક જ છે.

2 શમએલ 7:12

“તું મૃત્યુ પામીશ ત્યારે તને તારા પૂર્વજો સાથે દફનાવવામાં આવશે. હું તારા પુત્રોમાંના એકને તારા રાજયાસન ઉપર બેસાડીશ.

1 રાજઓ 5:3

તું જાણે છે કે, “માંરા પિતા યહોવા દેવના માંનમાં મંદિર બાંધી શકયા નહિ, કારણ કે તેમને આજુબાજુના દુશ્મન રાજયો સાથે ઘણાં યુદ્ધો કરવાં પડયાં હતાં, અને યહોવા શાંતિ સ્થાપન કરે તેની તે રાહ જોતા હતા.

1 કાળવ્રત્તાંત 17:4

“જા, અને મારા સેવક દાઉદને આ સંદેશો આપ, ‘તું મારે માટે રહેવાનું મંદિર બાંધવાનો નથી.”

1 કાળવ્રત્તાંત 17:11

“‘અને જ્યારે તારો સમય પૂરો થશે અને જઇને તું તારા પિતૃઓની સાથે જોડાઇશ, ત્યારે હું તારા સગા પુત્રને ગાદીએ બેસાડીશ અને તેના રાજ્યને સુરક્ષિત કરીશ.

1 કાળવ્રત્તાંત 17:12

તે જ મારે માટે મંદિર બંધાવશે. અને હું તેની રાજગાદીને કાયમ કરીશ.

1 કાળવ્રત્તાંત 22:8

પણ યહોવાએ મને કહ્યું, ‘તે મારા દેખતાં પુષ્કળ ખૂનરેજી કરી છે અને મોટાં યુદ્ધો કર્યા છે, એટલે તારે મારા માટે મંદિર બાંધવાનું નથી;

1 કાળવ્રત્તાંત 22:10

તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઇશ, અને હું ઇસ્રાએલમાં તેનું શાસન કાયમ કરીશ.”‘

1 કાળવ્રત્તાંત 28:6

અને મને જણાવ્યું, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે મંદિર બંધાવશે, કારણકે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઇશ.

Interlinear

Choose Theme