1 રાજઓ 3:21 · ગુજરાતી બાઇબલ
જયારે સવારમાં હું માંરા બાળકને ધવડાવવા ઊઠી, તો તે મરેલો જણાયો, પણ અજવાળામાં મેં ધારીને જોયું તો ખબર પડી કે, એ મને અવતરેલું બાળક નહોતું.”
Cross references
ઊત્પત્તિ 21:7
કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”
1 શમુએલ 1:23
એટલે તેના પતિ એલ્કાનાહે કહ્યું, “તને જેમ ઠીક લાગે તેમ કર અને ત્યાં સુધી તું બાળકને રાખ. યહોવાના શબ્દો સાચા પડે,” તે બાળક સાથે ઘરમાં રહી અને તે નક્કર આહાર લેવા જેટલો મોટો થયો ત્યાં સુધી એની સાચવણી કરી.
યર્મિયાનો વિલાપ 4:3
શિયાળ પણ પોતાનાં બચ્ચાને થાને વળગાડીને ધવડાવે છે પરંતુ મારી પ્રજા વગડાના શાહમૃગ જેવી લાગણી શૂન્ય થઇ ગઇ છે.