Home Bibles ☰ Books 1 રાજઓ 22:34 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 22:34 · ગુજરાતી બાઇબલ

પરંતુ એક સૈનિકે અનાયાસે તીર છોડયું. એ તીર ઇસ્રાએલના રાજાને તેના બખ્તરના સાંધાની વચ્ચે વાગ્યું. તેથી આહાબે પોતાના સારથિને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઈ જા. હું ઘવાયો છું,”

Cross references

1 શમુએલ 17:49

દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.

2 શમએલ 15:11

યરૂશાલેમથી 200 માંણસો આબ્શાલોમની સાથે ગયા હતા, પરંતુ તેઓને તેના કાવતરા સંબંધી કાંઈ જ જાણ ન હતી.

2 રાજઓ 9:24

પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.

2 કાળવ્રત્તાંત 18:30

હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.”

2 કાળવ્રત્તાંત 35:23

બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”

યર્મિયાનો વિલાપ 3:37

યહોવાની આજ્ઞા વિના કોનું ધાર્યું થાય છે?

મીખાહ 6:13

આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.

પ્રકટીકરણ 9:9

તેઓની છાતીઓ લોખડનાં બખતર જેવી દેખાતી. તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડા અને રથોના ગડગડાટ જેવો હતો.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme