Home Bibles 1 રાજઓ 22:15 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 22:15 · ગુજરાતી બાઇબલ

જયારે મીખાયા રાજાની સન્મુખ આવ્યો, ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોદ-ગિલયાદ પર હુમલો કરીએ કે રોકાઈ જઈએ?”તેણે કહ્યું, “હુમલો કરો અને વિજય પામો. યહોવાએ નગર રાજાના હાથમાં સુપ્રત કરી દેશે.”

Cross references

ન્યાયાધીશો 10:14

તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જાઓ અને ધા નાખો. તે તમને તમાંરી આફતમાંથી ઉગારશે.”

1 રાજઓ 18:27

આમને આમ બપોર થઈ ગઇ એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી, તે બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો, તેઓ દેવ છે; એ વિચારમાં ઊંડા ડૂબી ગયા હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયા હશે કે, પ્રવાસે ગયા હશે, કદાચ ઊંઘી પણ ગયા હોય તો જગાડવા પડે ને?”

2 રાજઓ 3:13

પણ એલિશાએ ઇસ્રાએલના રાજાને કહ્યું કે, “માંરી પાસે તમાંરું શું છે? તમે તમાંરા માંતા પિતાના જૂઠા પ્રબોધકો પાસે જાઓ.”ઇસ્રાએલના રાજાએ તેને કહ્યું કે, “ના! યહોવાએ અમને ત્રણ રાજાઓને મોઆબીઓના હાથમાં સોંપી દેવા માંટે જ બોલાવ્યા છે!”

2 કાળવ્રત્તાંત 18:14

મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?” મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. એ તમારા હાથમાં આવશે.”

સભાશિક્ષક 11:9

હે યુવાન, તારી યુવાવસ્થાનો આનંદ લે; અને તારા હૃદયની ઇચ્છાઓ પૂરી કર, યુવાવસ્થા અદભૂત છે! તારા હૃદયના માગોર્માં તથા તારી આંખોની ષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ યાદ રાખ, તું જે કાઇ કરે, દેવ તેનો ન્યાય કરશે.

યર્મિયાનો વિલાપ 13:6

“‘તેઓ જે જુએ છે તે આભાસ છે અને તેઓ જૂઠાણાં ઘડી કાઢી ઉચ્ચારે છે. તેઓ એમ કહે છે કે, “અમે યહોવાની વાણી ઉચ્ચારીએ છીએ,’ અને પોતે ઉચ્ચારેલી વાણી સાચી પડે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ મેં તેમને મોકલ્યા નથી;

માથ્થી 26:45

પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો અને કહ્યું, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? માણસના દીકરાને પાપી લોકોને સુપ્રત કરવાનો સમય આવ્યો છે.

Interlinear

Interlinear data is unavailable for this verse.

Choose Theme