ઇસ્રાએલીઓ પણ લડવા ભેગા થયા. તેઓએ બખ્તર અને બીજા હથિયારો સાથે લીધાં અને અરામીઓનો સામનો કરવા નીકળી પડયા અને તેમની સામે પડાવ નાખ્યો. ઇસ્રાએલીઓ તો બકરાનાં બે ટોળાં જેવાં લાગતા હતાં અને અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઇ ગયા હતા.
Cross references
એક માંણસ કહો શી રીતે હજારને હરાવે? 10,000 ને બે માંણસ કહો શી રીતે નસાડે? સિવાય કે ખડક સમાં યહોવાએ તેમને તજયા હોય; કે પછી તે સૌને દુશ્મનોના હાથમાં સોંપ્યા હોય.
“છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!”‘
તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા.
તેથી ગિદિયોને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માંણસોએ ખોરાક અને રણશિંગા પોતાના માંટે રાખી લીધાં.મિદ્યાનીઓની છાવણી તેઓની છાવણીની નીચેની ખીણમાં હતી.
મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.
પલિસ્તીઓ ઇસ્રાએલ ઉપર હુમલો કરવા માંટે ભેગા થયા. તેમની પાસે 3,000 રથ, 6,000 ઘોડેસ્વાર અને દરિયાકાંઠાની રેતીની જેમ અગણિત પાયદળ હતું. તેમણે બેથ આવેનની પૂર્વમાં મિખ્માંશ જઈને છાવણી નાખી.
શાઉલે પહાડની કિનારે આવેલા મિગ્રોનમાં દાડમના ઝાડ નીચે મુકામ કર્યો હતો. તે ખળાની નજીક હતું. તેની સાથે લગભગ 600 સૈનિકો હતાં.
એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.
“તમે બળવાન તથા બહાદુર થાઓ અને આશ્શૂરના રાજાથી કે તેના મોટા સૈન્યથી ડરશો નહિ. કારણકે આપણી સાથે જે એક દેવ છે તે તે બધાં કરતાં અતિ મહાન છે,
ફરી પાછું મેં જાણ્યું કે હંમેશા વેગવાન સ્પર્ધા જીતતા નથી અને યુદ્ધોમાં બળવાનની હંમેશા જીત થતી નથી. અને ડાહ્યાં હંમેશા તેઓની રોટલી માટે કમાતા નથી. અને બુદ્ધિ હંમેશા ધન ઉપજાવતી નથી. તેમજ ચતુર હંમેશા દયા (આશીર્વાદ) દ્રષ્ટિ પામતા નથી. સમય અને આડી અવળી આકસ્મિક ઘટના તો દરેકને બને છે.