પણ ઇસ્રાએલના રાજાએ જવાબ મોકલ્યો કે, “યુદ્ધ પૂરુ થયા પહેલા તેના પરિણામની બડાશ કરો નહિ.”
Cross references
યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”
પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.”તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.”
તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”
જયારે મોઆબીઓને ખબર પડી કે ત્રણ રાજાઓ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યા છે, ત્યારે હથિયાર ધારણ કરી શકે એવા એકે એક પુખ્ત વયના માંણસને બોલાવવામાં આવ્યો, અને સરહદ પર ગોઠવી દેવામાં આવ્યો.
તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે. તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ.
આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.
ફરી પાછું મેં જાણ્યું કે હંમેશા વેગવાન સ્પર્ધા જીતતા નથી અને યુદ્ધોમાં બળવાનની હંમેશા જીત થતી નથી. અને ડાહ્યાં હંમેશા તેઓની રોટલી માટે કમાતા નથી. અને બુદ્ધિ હંમેશા ધન ઉપજાવતી નથી. તેમજ ચતુર હંમેશા દયા (આશીર્વાદ) દ્રષ્ટિ પામતા નથી. સમય અને આડી અવળી આકસ્મિક ઘટના તો દરેકને બને છે.
શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ હાંકશે? શું કરવત તેના ખેંચનાર આગળ શેખી મારશે? એ તો લાઠી તેના ઘૂમાવનારને ઘૂમાવે અથવા છડી જે લાકડું નથી એવા માણસને ઉપાડે એના જેવી વાત છે!
પિતરે ઉત્તર આપ્યો, “તારા કારણે બીજાઓ કદાચ વિશ્વાસ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
પછી ઈસુએ તેને જે કહ્યું હતું, તે પિતરને યાદ આવ્યુ, “મરઘો બોલતા પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર બહાર ગયો અને ધ્રુંસકે ધ્રુંસકે રડયો.