Home Bibles 1 રાજઓ 2:22 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 2:22 · ગુજરાતી બાઇબલ

રાજા સુલેમાંને તેની માંતાને કહ્યું, “તમે એમ શું કામ પૂછો છો કે, શૂનામ્મી અબીશાગનાં લગ્ન અદોનિયા સાથે થાય! માંરા રાજ્ય માંટે પૂછો, તે એના માંટે પૂછયા બરોબર છે? કારણ, એ માંરો મોટો ભાઈ છે. અને યાજક અબ્યાથાર અને સરૂયા નો પુત્ર યોઆબે તેને ટેકો આપ્યો.”

Cross references

2 શમએલ 12:8

મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત.

2 શમએલ 16:21

અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”

1 રાજઓ 1:5

તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા.

1 રાજઓ 1:7

તેણે સરૂયાના પુત્ર સરદાર યોઆબ અને યાજક અબ્યાથાર ને સર્વ પ્રથમ પોતાના વિશ્વાસમાં લીધા. તેઓએ તેને રાજા બનવામાં મદદરૂપ થવા તૈયારી બતાવી.

1 રાજઓ 1:11

ત્યારબાદ પ્રબોધક નાથાને સુલેમાંનની માંતા બાથશેબા પાસે જઈને પૂછયું; તમને ખબર છે કે, “હાગ્ગીથનો પુત્ર અદોનિયા રાજા થઈને બેઠો છે, ને આપણા ધણી રાજા દાઉદ એનાથી અજાણ છે?

1 રાજઓ 1:24

તેણે કહ્યું, “તો શું આપ નામદારની એવી આજ્ઞા છે કે, અદોનિયા આપના પછી રાજા થાય અને તે આપની ગાદીએ બેસે?

1 કાળવ્રત્તાંત 3:2

દાઉદનો ત્રીજો પુત્ર, ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માઅખાહથી જન્મેલો આબ્શાલોમ હતો. ચોથો, હાગ્ગીથનો પુત્ર અદોનિયા હતો.

1 કાળવ્રત્તાંત 3:5

અને ત્યાં તેને આમ્મીએલની પુત્રી બાથ-શૂઆથી જન્મેલા પુત્રો: શિમઆ, સોબાબ, નાથાન અને સુલેમાન.

માથ્થી 20:22

ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!”

માર્ક 10:38

ઈસુએ કહ્યું, ‘તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમેસ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?’

યાકૂબનો 4:3

જ્યારે તમે માગો છો, છતાં તમને મળતું નથી કેમ કે તમારો ઇરાદો સાચો નથી. તમે જે માગો છો તો મોજ શોખ માટે માગો છો તેથી તે તમને મળતું નથી.

Interlinear

Choose Theme