Home Bibles 1 રાજઓ 2:17 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 2:17 · ગુજરાતી બાઇબલ

તેથી અદોનિયાએ જવાબ આપ્યો, “તમે મહેરબાની કરી સુલેમાંનને પૂછો, મને અબીશાગ સાથે પરણવાની રજા આપે. તમને તે ના પાડશે નહિ.”

Cross references

2 શમએલ 3:7

શાઉલની, રિસ્પાહ નામની રખાત હતી જે એયાહની પુત્રી હતી ઇશબોશેથે આબ્નેરને પૂછયું, “તું માંરા પિતાની રખાત સાથે કેમ સૂતો હતો?”

2 શમએલ 12:8

મેં તેનું રાજય તને આપ્યું, અને તેની સ્ત્રીઓ તને પત્ની તરીકે આપી; મેં તને ઇસ્રાએલ અને યહૂદાનું રાજય આપ્યું, અને આ બધું જો ઓછું પડયું હોત તો તને આવું બીજું ઘણું બધું આપ્યું હોત.

1 રાજઓ 1:2

તેથી તેમના સેવકોએ તેને કહ્યું, “આપ, નામદારની આજ્ઞા હોય તો આપને માંટે કોઈ યુવાન કુમાંરિકા શોધી કાઢીએ, જે આપની સેવામાં ઊભી રહે અને આપની સારવાર કરે, આપની સોડમાં સૂઈ જશે, જેથી આપનું શરીર હુંફાળું થઇ જશે.”

1 રાજઓ 1:3

તેમણે આખા ઇસ્રાએલમાં એક સુંદર, જુવાન અને અપરણિત કન્યા મેળવવા તપાસ કરી ,આખરે તેમને શૂનામ્મી અબીશાગ નામની કન્યા પસંદ આવી, તેથી તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.

Interlinear

Choose Theme