ઓમ્રીએ અને સમગ્ર ઇસ્રાએલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાહને ઘેરો ઘાલ્યો.
Cross references
આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.
ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું.
અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી.
આ પછી એવું બન્યું કે, અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું લશ્કર ભેગું કર્યુ અને સમરૂનને ઘેરો ઘાંલ્યો.
યહૂદાના રાજા હિઝિક્યાના શાસનના 4થા વષેર્, એટલે કે ઇસ્રાએલમાં હોશિયા રાજાના શાસનનું 7મું વર્ષ ચાલતું હતું આશ્શૂરના રાજા શાલ્માનેસેરે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો, અને તે કબજે કર્યુ.
તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં.
હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે.